New Update
/connect-gujarat/media/media_files/2026/02/11/sp-2026-02-11-08-33-16.png)
ભરૂચ ક્રાઇમ બ્રાંચની અલગ અલગ ટીમો દ્વારા પ્રોહીબિશન જુગારના કેસો શોધી કાઢવા વર્ક આઉટ હાથ ધરેલ હતું.
દરમ્યાન પી.એસ.આઈ. વી.પી.મલ્હોત્રા તથા પી.એસ.આઈ. આર.કે.ટોરાણીની ટીમો દ્વારા ભરૂચ જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબીશનની પ્રવૃત્તિ સાથે સંકળીયેલા ઈસમો ઉપર કાર્યવાહી કરી કુલ કિંમત રૂપિયા ૭,૬૯,૦૫૦/-ના પ્રોહીબિશન મુદ્દામલ સાથે કુલ 9 કેસો કરવામાં આવ્યા છે અને બુટલેગરો પર તવાઈ બોલાવવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચે ભરૂચ શહેર એ ડિવિઝન, સી ડિવિઝન, ઝઘડિયા પોલીસ મથક,અંકલેશ્વર શહેર એ ડિવિઝન, બી ડિવિઝન અને રાજપારડી પોલીસ મથકની હદમાં દરોડા પાડી આ કાર્યવાહી કરી હતી.
Latest Stories