New Update
/connect-gujarat/media/media_files/2025/06/02/gcsHHFKzSyDypYIAahNb.jpg)
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઉમલ્લા પોલીસ સ્ટેશન હદ હેઠળ આવેલા ઢુંઢા ગામના ટેકરા ફળિયામાં એક ખેતરમાં છૂપાવાયેલ ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ દરમિયાન કુલ રૂપિયા ૩,૧૨,૮૮૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.પોલીસે નરેન્દ્ર ઉર્ફે નંદો પુનમભાઇ વસાવા (ઉ.વ. ૨૮)ની ધરપકડ કરી તેની પાસેથી કુલ ૯૫૬ નંગ વિદેશી દારૂની બોટલો અને ટીન-બીયર, રૂ. ૨,૫૭,૮૮૦ ના, એક્ટીવા સ્કૂટર (GJ-16-CN-6085) તથા મોબાઇલ ફોન કબ્જે લેવાયા છે.આ કેસમાં વધુ બે શખ્સો રણજીતભાઇ મફતભાઇ વસાવા (નાના પાટણા ગામ, નર્મદા) અને દિનેશભાઇ શાંતીલાલ વસાવા (ચીત્રોલ ગામ, નર્મદા) ને વોન્ટેડ જાહેર કરાયા છે.
Latest Stories