-
નારાયણ વિદ્યાવિહારમાં યોજાયો સાંસ્કૃતિક કાર્યક્રમ
-
રાષ્ટ્ર આરાધના થીમ પર કરાયું કાર્યક્રમનું આયોજન
-
પૂર્વ CM વિજય રૂપાણી રહ્યા વિશેષ ઉપસ્થિત
-
શાળાના બાળકોએ રાષ્ટ્રપ્રેમને ઉજાગર કરતી કૃતિઓ કરી રજુ
-
ઉપસ્થિત મહાનુભાવોએ કાર્યક્રમને બિરદાવ્યો
ભરૂચના નારાયણ વિદ્યાવિહાર ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ રાષ્ટ્ર આરાધનાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચના નારાયણ વિદ્યાવિહાર ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ રાષ્ટ્ર આરાધનાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના બાળકો દ્વારા રાષ્ટ્રપ્રેમને ઉજાગર કરતી વિવિધ કૃતિઓ રજુ કરીને ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
આ કાર્યક્રમ નિમિત્તે અતિથિ વિશેષ તરીકે GPSCના પૂર્વ ચેરમેન હસમુખ જોષી,અભિનેતા અને સહ લેખક તેમજ ગીતકાર ચેતન ધાનાણી,નારાયણ બાપુ આશ્રમ,તાજપુરના રાજેશ રાજગોર તેમજ શાળા પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.રાષ્ટ્ર આરાધના સાંસ્કૃતિક કાર્યક્રમને ઉપસ્થિત સૌ કોઈએ બિરદાવ્યો હતો.