New Update
સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ, ભરૂચ દ્વારા ઝાડેશ્વર ગામ કન્યા શાળામાં ગણેશજીની ઈકો ફ્રેન્ડલી પ્રતિમા બનાવવાની સ્પર્ધા યોજાઈ હતી. સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ, ભરૂચ દ્વારા ગણેશ મહોત્સવ નિમિત્તે ઝાડેશ્વર ગામમાં આવેલ કન્યા શાળામાં ભણતી વિદ્યાર્થીનીઓ માટે ઈકો ફ્રેન્ડલી માટીના ગણેશ બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં વિદ્યાર્થીનીઓ દ્વારા કુદરતી રંગો, શણગાર તથા ફુલ- વસ્તુઓના ઉપયોગથી ઈકો ફ્રેન્ડલી માટીના ગણેશજીની મૂર્તિઓ બનાવી હતી.
આ પ્રસંગે સંસ્કૃતિ ટ્રસ્ટના સંસ્થાપક હેમાબેન પટેલ, પ્રમુખ ભાવનાબેન સાવલિયા, ઉપપ્રમુખ સવિતાબેન રાણા, સેક્રેટરી અંજલિબેન ડોગરા, સ્પોર્ટસ સેક્રેટરી પાયલબેન ગાંધી સંસ્થાના બહેનો તથા કન્યા શાળાના શિક્ષકોએ ઉપસ્થિત રહી વિજેતાઓને ઇનામો આપી પ્રોત્સાહિત કર્યા હતા....
Latest Stories