New Update
/connect-gujarat/media/media_files/2025/04/04/Dmq3GxworlMwFrqxHxEq.jpg)
આજના ડિજિટલ યુગમાં સાયબર ક્રાઇમના બનાવો વધ્યા છે ત્યારે સાયબર માફિયાઓ દ્વારા લોકોને છેતરવામાં આવે છે.આવા બનાવો બનતા અટકે તે માટે ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યો છે જે અંતર્ગત ભરૂચ સાયબર ક્રાઇમ તથા વાગરા પોલીસ સ્ટેશન દ્વારા સાયખા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા આયોજિત સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમમાં ભરૂચ જીલ્લા પોલીસ વડા મયીર ચાવડા, DYSP પી.એલ.ચૌધરી સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
/connect-gujarat/media/media_files/2025/04/04/gsSmu8ftgw00RNpnq8ze.jpg)
આસપાસ ગામના આગેવાનો તેમજ સ્થાનિક લોકોને રોજીંદા જીવનમાં બનતા સાયબર ક્રાઇમના બનાવોથી વાકેફ કરી આવા બનાવોથી બચવા કઇ કઇ તકેદારીઓ રાખવી જોઇએ તે અંગે સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
Latest Stories