ભરૂચ: દહેજ પોલીસે હત્યાના ગુનામાં 6 માસથી ફરાર આરોપીની છત્તીસગઢમાંથી કરી ધરપકડ

ભેંસલી ગામની સીમ આવેલ મોર્ડન કંપનીની ખુલ્લી જગ્યામાં ડામર રોડની બાજુમા આર્યા રોડલાઇન્સમાં દહેજના સુપવાઈઝર  દીલીપકુમાર ઉર્ફે દિપક  ભગવતશરણ પટેરીયાનો હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો

New Update
hurta

દહેજ પોલીસે હત્યાના ગુનામાં 6 માસથી ફરાર આરોપીની છત્તીસગઢમાંથી કરી ધરપકડ

વર્ષ 2024માં ભરૂચના દહેજ પો.સ્ટે વિસ્તારના ભેંસલી ગામની સીમ આવેલ મોર્ડન કંપનીની ખુલ્લી જગ્યામાં ડામર રોડની બાજુમા આર્યા રોડલાઇન્સમાં દહેજના સુપવાઈઝર  દીલીપકુમાર ઉર્ફે દિપક  ભગવતશરણ પટેરીયાનો હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો આ મામલામાં પોલીસે અગાઉ 2 આરોપીઓની ધરપકડ કરી હતી.આ ગુનાનો વધુ એક આરોપી શાહનવાઝ ઉર્ફે ખુર્શીદ ઉર્ફે સાહીલ હાલમાં છતીસગઢ રાજ્યના રાયગઢ વિસ્તાર ખાતે ટ્રક ડ્રાઈવીંગ કરતો હોવાની માહીતી મળતા,  દહેજ પોલીસની ટીમ  રાયગઢ ખાતે રવાના કરાય હતી જ્યાંથી આરોપીની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાય છે.
Latest Stories