ભરૂચ: દહેજ પોલીસે દેશી બનાવટના તમંચા સાથે 2 આરોપીની કરી ધરપકડ

ભરૂચના દહેજ પોલીસના સૂત્રો પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના માણસોને બાતમી મળી હતી

New Update
a

દહેજ પોલીસે દેશી બનાવટના તમંચા સાથે 2 આરોપીની કરી ધરપકડ

ભરૂચના દહેજ પોલીસના સૂત્રો પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના માણસોને બાતમી મળી હતી કે, વડદલા ગામ પાસે આવેલ ન્યુ ઇન્ડીયા એસીડ કંપનીમાં રહેતા અભિજીત યાદવ દેશી હાથ બનાવટનો તમંચો  ગેરકાયદેસર રીતે પોતાની સાથે રાખે છે જેના આધારે દરોડા પાડતા આરોપી પાસેથી તમંચો અને જીવતો કારતુસ મળી આવ્યો હતો. આરોપીએ તેની સાથે કંપનીમાં નોકરી કરતા અને ભાડભૂત ખાતે રહેતા મેહુલ માછીને વેચાતો આપવા માટે તમંચો તેના વતનથી લાવ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. જેના પગલે પોલીસે બન્ને આરોપીઓ સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories