ભરૂચ: નેત્રંગની શાળાઓમાં સ્થાનિક વિધાર્થીઓને એડમિશન આપવાની માંગ

ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધો-૧૦ની બોડૅની પરીક્ષાનુ નેત્રંગ તાલુકાની શાળાઓનું પરીણામ ૯૦ ટકાથી ઉપર આવતા તેની વિપરીત ધોરણ-૧૧ માં આટસઁ-કોમસઁ વિભાગમાં એડમિશન માટે વિધાર્થીઓને હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે.

New Update

શિક્ષણ વિભાગ એક ઓરડામાં ૬૦ વિધાર્થીઓને બેસાડવા માટેની મંજુરી આપે છે.પરંતુ એક ઓરડામાં ૮૦ વિધાર્થીઓને બેસાડવામાં આવે તો પણ મોટીસંખ્યામાં વિધાર્થીઓ શિક્ષણકાર્યથી વંચિત રહેવાની ચોકાવનારી માહિતી મળી છે.તેવા સંજોગોમાં નેત્રંગ તાલુકા મથકે કાયઁરત શ્રીમતિ એમ.એમ ભક્ત હાઇસ્કુલમાં કોંગ્રસ અગ્રણી શેરખાન પઠાણની આગેવાનીમાં વિધાર્થીઓ-વાલીઓએ હલ્લાબોલ કરતાં માહોલ ગરમાયો હતો.શાળામાં અભ્યાસ કરીને પાસ થયેલા વિધાર્થીઓને પ્રથમ એડમિશન આપવામાં આવે તેવી રજુઆત કરાઇ હતી  
આ તરફ ભક્ત હાઇસ્કુલના આચાર્ય આર.એલ વસવાએ જણાવ્યું હતું કે,તમામ વિધાર્થીઓ શિક્ષણથી વંચિત નહીં રહી જાય તે અમારી શાળાની પ્રાથમિકતા છે.ક્રમશ: વિધાર્થીઓને એડમિશન આપવમાં આવી રહ્યા છે અને શાળમાં વધુ ઓરડાની મંજુરી શિક્ષણ બોડઁ દ્વારા આપવામાં તે માટે લેખિત રજુઆત કરી દેવામાં આવી છે.
#ભરૂચ #વિધાર્થીઓ #નેત્રંગ #એડમિશન #શાળા
Here are a few more articles:
Read the Next Article