ભરૂચ: આંબેડકર જયંતિની રજા જાહેર કરવા માંગ, સ્વયમ સૈનિક દળ દ્વારા આવેદનપત્ર પાઠવાયું

સ્વયમ સૈનિક દળ  દ્વારા એક આવેદન પત્ર પાઠવ્યું હતું.જેમાં જણાવ્યા અનુસાર ૧૪મી એપ્રિલના રોજ ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે રજા જાહેર કરવાની માંગ કરવામાં આવી

New Update
Advertisment
  • ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

  • સ્વયમ સૈનિક દળ દ્વારા આવેદનપત્ર પાઠવ્યુ

  • આંબેડકર જયંતિની રજા જાહેર કરવા માંગ

  • સ્કોલરશીપમાં કે.વાય.સી.માંથી મુક્તિની માંગ

  • આગેવાનો-કાર્યકરો જોડાયા

Advertisment
ભરૂચ સ્વયમ સૈનિક દળ દ્વારા ડો.સાહેબ આંબેડકરની જન્મ જયંતિના રોજ રજા જાહેર કરવાની માંગ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભરૂચ જીલ્લા કલેકટર કચેરી ખાતે મહામહિમ રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુને સંબોધીને સ્વયમ સૈનિક દળ દ્વારા એક આવેદન પત્ર પાઠવ્યું હતું.જેમાં જણાવ્યા અનુસાર ૧૪મી એપ્રિલના રોજ ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે રજા જાહેર કરવાની માંગ કરવામાં આવી છે.
સાથે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ માટે રાશનકાર્ડ કે.વાય.સી.માંથી મુક્તિ આપવા ઉપરાંત અનુસુચિત જાતિ,અનુસુચિત જનજાતિ અને લઘુમતી સમાજ સાથે થતા અત્યાચાર અને અન્યાય દુર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
Latest Stories