New Update
ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવાયું
સ્વયં સૈનિક દળ દ્વારા કરાય રજુઆત
બુદ્ધ પૂર્ણિમાની રજા જાહેર કરવા માંગ
7 જેટલી માંગ સંતોષવા કરાય રજુઆત
આગેવાનો અને કાર્યકરો જોડાયા
સ્વયં સૈનિક દળ દ્વારા બુદ્ધ પૂર્ણિમાની ગુજરાત રાજ્યમાં જાહેર રજા જાહેર કરવાની માંગ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે સ્વયં સૈનિક દળના સભ્યોએ દ્વારા એક આવેદનપત્ર પાઠવ્યું હતું.જેમાં જણાવ્યા અનુસાર ગૌતમ બુદ્ધ કેવળ એક ધર્મના સંસ્થાપક નથી,પરંતુ તેઓ ભારતીય ઇતિહાસના એવા મહાનાયક છે જેમણે જ્ઞાન, કરુણા, સમાનતા અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનો માર્ગ બતાવ્યો. તેમના વિચારોએ ભારતના કરોડો વંચિત અને શોષિત લોકો માટે મુક્તિનો માર્ગ ખોલ્યો છે ત્યારે બુધ્ધ પૂર્ણિમાની રજા જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૧૯૭૯માં બૌદ્ધ, મુસ્લિમ,ખ્રિસ્તી, શીખ, પારસી અને જૈન સમુદાયોને ધાર્મિક લઘુમતીનો દરજ્જો પ્રદાન કરવામાં આવ્યો છે પરંતુ બુદ્ધ સમુદાય માટે બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે જાહેર રજા ફાળવવામાં આવી નથી ત્યારે બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે જાહેર રજા આપવા સાથે સાત જેટલી માંગણીઓ સંતોષવામાં આવે તેવી માંગ કરી છે.
Latest Stories