ભરૂચ: ટ્રાફિકની સમસ્યાના પગલે રીક્ષાની નવી પરમીટ બંધ કરવાની માંગ

ભરૂચના જય ભારત ઓટો રીક્ષા એસોસિએશન દ્વારા વિવિધ મુદ્દે કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી

New Update

ભરૂચના જય ભારત ઓટો રીક્ષા એસોસિએશન દ્વારા વિવિધ મુદ્દે કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી

ભરૂચના જય ભારત ઓટો રીક્ષા એસોસિએશનના સભ્યો દ્વારા આજરોજ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર 
 ભરૂચ જીલ્લામાં અંદાજીત ૧૫૦૦૦ જેવી ઓટો રીક્ષા હોવાથી ટ્રાફીકની સમસ્યા ખુબ જ પ્રમાણમાં વધી ગઈ છે અને ઓટો રીક્ષા પાર્કિંગ કરવા માટે રીક્ષા સ્ટેન્ડની જગ્યા પણ મળતી નથી  જેથી ભરૂચ જીલ્લામાં ઓટોરીક્ષાનું નવુ પરમીટ ટૂંક સમય માટે બંધ કરવાની માંગ કરવામાં આવી છે.
આ ઉપરાંત જંબુસર બાયપાસ ચોકડીથી કંથારીયા નાળા સુધી રોડ પર ગેરકાયદેસર રીતે બાંધકામ કર્યું છે જેનાથી રીક્ષા ચાલકોને પચ્ચીસ વર્ષથી રીક્ષા પાર્કિંગની જગ્યા પરથી ખસીને મેઈન રોડ ઉપર પાર્કિંગ કરવુ પડે છે જેને લઈને ટ્રાફીકની ખુબ જ મોટી સમસ્યા ઉભી થાય છે ત્યારે આ સમસ્યાના નિરાકરણની માંગ કરવામાં આવી છે
Read the Next Article

ભરૂચ: ઝઘડિયા GIDCની કોહલર ઇન્ડિયા કંપની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ, તલોદરા ગામની જમીન પચાવી પાડી હોવાનો આરોપ

ભરૂચના ઝઘડિયાની કોહલર ઇન્ડિયા કોર્પોરેશન દ્વારા તલોદરા ગ્રામ પંચાયતની જમીન પર બિનઅધિકૃત કબજો કરવામાં આવતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

New Update
  • ભરૂચના ઝઘડિયામાં આવેલી છે કંપની

  • કોહલર ઇન્ડિયા કંપની સામે ફરિયાદ

  • તલોદરા ગ્રામપંચાયતની જમીનનો મામલો

  • જમીન પચાવી પાડી હોવાનો આરોપ

  • કોર્ટમાં દાવો દાખલ કરાયો

ભરૂચના ઝઘડિયાની કોહલર ઇન્ડિયા કોર્પોરેશન દ્વારા તલોદરા ગ્રામ પંચાયતની જમીન પર બિનઅધિકૃત કબજો કરવામાં આવતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
ભરૂચના ઝઘડિયા તાલુકામાં આવેલ તલોદરા ગ્રામ પંચાયત દ્વારા પંચાયતની જમીન પર કોહલર ઇન્ડિયા કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ બિનઅધિકૃત કબજો કર્યો હોવાનું સામે આવતાં કંપનીના તમામ ડિરેક્ટરો અને મેનેજર સામે ભરૂચ કલેક્ટર સમક્ષ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી છે. સાથે જ ઝઘડિયા કોર્ટમાં ગેરકાયદેસર કબજો પરત મેળવવા માટે ન્યાયિક દાવો પણ દાખલ કરાયો છે. આ અંગે એડવોકેટ રાકેશ પરમારે જણાવ્યું હતું કે ઝઘડિયા GIDC વિસ્તારમાં આવેલી કોહલર ઇન્ડિયા કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડે તલોદરા ગ્રામ પંચાયતની એવી જમીન પર કબજો કર્યો હતો જેનો સંપાદન પ્રક્રિયાથી કાયદેસર હસ્તાંતર થયો નથી. છતાં કંપનીએ મનસ્વી રીતે જમીન પર કમ્પાઉન્ડ વોલ બનાવતાં, પંચાયત દ્વારા વારંવાર કંપની તથા રેવન્યૂ અધિકારીઓને જમીન મુક્ત કરવાની રજૂઆતો કરવામાં આવી હતી. પરંતુ પરિણામ ન મળતાં તલોદરા ગ્રામ પંચાયતે કંપનીના ડિરેક્ટરો અને મેનેજર સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કલેક્ટર સમક્ષ દાખલ કરાઈ છે તેમજ કોર્ટમાં કબજો પરત લેવા માટે ન્યાયિક કાર્યવાહી શરૂ કરાઈ છે.