ભરૂચ શહેરમાં વિકાસના નવા અધ્યાયની શરૂઆત
રૂ. 4 કરોડથી વધુના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરાયું
MLA રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
રોડ, પેવર બ્લોક, વોલ, નાળાના બાંધકામનો સમાવેશ
પાલિકા પદાધિકારીઓ સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા
ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં રૂ. 4 કરોડથી વધુના વિકાસના કામોનું ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં પાંચબત્તી સર્કલથી જંબુસર બાયપાસ ચોકડી સુધીનો રોડ, મહમદપુરા સર્કલથી બંબાખાના સર્કલ સુધીનો રોડ, પેવર બ્લોકના કામ, રીટેઇનિંગ વોલ બનાવવાની કામગીરી તેમજ બી’ ડિવિઝન વિસ્તાર નજીક નાળાના બાંધકામનો સમાવેશ થાય છે, ત્યારે ખાતમુહૂર્ત પ્રસંગે ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભુતિ યાદવ, ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ, કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ, સ્થાનિક નગરસેવક સલિમ અમદાવાદી સહિત પાલિકાના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.