ભરૂચ : શિયાલીના જ્ઞાનયોગ દર્શન આશ્રમમાં શ્રાવણ માસ નિમિતે  બર્ફાની બાબાના દર્શન કરતા શ્રદ્ધાળુઓ

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના શિયાલી ગામની કાવેરી નદી કિનારે આવેલ જ્ઞાનયોગ દર્શન આશ્રમ ખાતે શ્રાવણ નિમિત્તે અમરનાથની ગુફામાં બર્ફાની બાબાની પ્રતિકૃતિ ઉભી કરવામાં આવી છે.

New Update
  • શ્રાવણમાં શિવ ભક્તિમાં લિન બન્યા ભક્તો

  • શિયાલીમાં જ્ઞાનયોગ આશ્રમ દ્વારા અનોખું આયોજન

  • અમરનાથની ગુફામાં બિરાજ્યા બર્ફાની બાબા

  • ભક્તો કરી રહ્યા છે બર્ફાની બાબાના દર્શન

  • મોટી સંખ્યામાં શિવભક્તો લઇ રહ્યા છે દર્શનનો લ્હાવો 

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના શિયાલી ગામની કાવેરી નદી કિનારે આવેલ જ્ઞાનયોગ દર્શન આશ્રમ ખાતે શ્રાવણ નિમિત્તે અમરનાથની ગુફામાં બર્ફાની બાબાની પ્રતિકૃતિ ઉભી  કરવામાં આવી છે.અને ભક્તો મોટી સંખ્યામાં બર્ફાની બાબાના દર્શનનો લ્હાવો લઈ રહ્યા છે.

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના શિયાલી ગામે જ્ઞાનયોગ દર્શન આશ્રમ ખાતે બર્ફાની બાબાની પ્રતિકૃતિ ઉભી કરવામાં આવી છે.આ મંદિર ખાતે શ્રાવણ માસ દરમિયાન ભક્તોનું ઘોડાપુર ઉમટે છે.પવિત્ર શ્રાવણ માસમાં  બર્ફાની  ગુફા એક મહિના માટે ખુલ્લી રહે છે.જાહેર દર્શનાર્થે શ્રાવણમાં ખુલ્લી મુકાતી અમરનાથ ગુફામાં બિરાજમાન કરાયેલા બરફના શિવલિંગના દર્શન માટે રોજ ભક્તો આવે છે.આશ્રમનાં બ્રહ્મનિષ્ઠ મહારાજ કૃષ્ણ સ્વરૂપ મહારાજે જણાવ્યુ હતું કે આશ્રમમાં ધ્યાનયોગજ્ઞાનયોગએકાગ્રતા કેળવવા માર્ગદર્શન પણ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓની જ્ઞાનઆત્મશક્તિમાં વૃદ્ધિ થાય તે માટે સરસ્વતી ઉપાસનાની પુસ્તિકા અને પ્રાથમિક શાળામાં ભણતા બાળકોને સરસ્વતી માતાના છ મુખી રુદ્રાક્ષ વિના મુલ્યે પ્રસાદી સ્વરૂપ વિતરણ કરવામાં આવે છે. ભક્તો માટે આ મંદિર આસ્થાનું કેન્દ્ર બન્યું છે.આ તીર્થ સંકુલમાં અન્ય દેવી દેવતાઓના મંદિરો પણ છે.અને આ મંદિરે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી રહ્યા છે.

Latest Stories