ભરૂચ:અસ્મિતા વિકાસ કેન્દ્રના દિવ્યાંગ બાળકો રાખડી બનાવી આત્મનિર્ભર બન્યા

ભરૂચના ત્રાલસા ગામ ખાતે આવેલ અસ્મિતા વિકાસ કેન્દ્રના દિવ્યાંગ બાળકોને રાખડી બનાવવાની તાલીમ આપી તેઓને આત્મનિર્ભર બનાવવામાં આવ્યા છે

New Update

ભરૂચના ત્રાલસા ગામ ખાતે આવેલ અસ્મિતા વિકાસ કેન્દ્રના દિવ્યાંગ બાળકોને રાખડી બનાવવાની તાલીમ આપી તેઓને આત્મનિર્ભર બનાવવામાં આવ્યા છે

આપણે કોઈને એક સમયનું ભોજન આપીએ તો તે  ઉત્તમ સેવા જ છે, પણ કોઈ વ્યક્તિ જિંદગીભર  પોતાનો રોટલો જાતે  કમાઈ શકે તેવું તૈયાર કરીએ અને આત્મનિર્ભર બનાવીએ તો તે સૌથી શ્રેષ્ઠ કર્મ છે. આવું જ કામ કરી રહી છે ભરૂચના ત્રાલસા ખાતે આવેલ અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થા... સંસ્થામાં મનો દિવ્યાંગ બાળકોને લાગતા ઘણા પ્રોજેક્ટ ચાલે છે.
તેમાંનું જ એક રક્ષાબંધન નિમિત્તે બાળકોને રાખડી બનાવતા શીખવાડી અને આ રાખડી બજાર વેચી જે ઉપાર્જન થાય તે નાણાં આ ગરીબ બાળકોના ખાતામાં જમા કરવામાં આવે છે.આ ઉપરાંત અહીં અગરબત્તી , ફાઈલ, કોડિયા, રાખડી, કાપડની બેગ વગેરે વસ્તુઓ બનાવવા માટેની તાલીમ પણ આપવામાં આવે છે જેનાથી વિદ્યાર્થીઓ આત્મનિર્ભર બને છે.
#Asmita Vikas Kendra #CGNews #Atma nirbhar #rakhi #Gujarat #Bharuch #Rakhdi
Here are a few more articles:
Read the Next Article