ભરૂચ જિલ્લા ભારતીય કિસાન સંઘ દ્વારા રાજ્યમાં લીલો દુષ્કાળ જાહેર કરવા માંગ

ભરૂચના ભારતીય કિસાન સંઘ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રાજ્યમાં અતિવૃષ્ટિના થયેલ ખેતીના નુકસાનને ધ્યાને લઈ લીલો દુષ્કાળ જાહેર કરવાની માંગ કરવામાં આવી છે.  

New Update

ગુજરાત રાજ્યમાં અતિવૃષ્ટિથી ખેતીમાં નુકસાન 

ભરૂચ ભારતીય કિસાન સંઘે પાઠવ્યું આવેદનપત્ર

મુખ્યમંત્રીને સંબોધીને જિલ્લા કલેકટરને પાઠવ્યું આવેદન 

રાજ્યમાં લીલો દુષ્કાળ જાહેર કરવા કરી માંગ 

શિયાળુ પાક માટે વિશેષ પેકેજ માટે કરાઈ રજૂઆત 

ભરૂચના ભારતીય કિસાન સંઘ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રાજ્યમાં અતિવૃષ્ટિના થયેલ ખેતીના નુકસાનને ધ્યાને લઈ લીલો દુષ્કાળ જાહેર કરવાની માંગ કરવામાં આવી છે.  
ભરૂચ જિલ્લાના ભારતીય કિસાન સંઘના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા મુખ્યમંત્રીને સંબોધી આવેદનપત્ર જિલ્લા કલેકટરને પાઠવવામાં આવ્યું હતું.જેમાં જણાવાયું છે કે ભરૂચ જીલ્લા સાથે રાજ્યમાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના ઉભા પાકને ઘણું મોટું નુકસાન થયેલ છે. પરિણામે કિસાન જગતનો તાત અને તેની સાથે સંકળાયેલ શ્રમજીવી અને મજુરીયાત વર્ગ પણ આર્થિક અસરથી પ્રભાવિત બન્યા છે.ચોમાસુ પાકો ખેતરોમાં વરસાદી પાણીને કારણે બળીને ખાક થયેલા છે. મોંઘા બિયારણ નષ્ટ થતા જીવાતોનો ઉપદ્રવ વધુ પડતા વરસાદ અને ભેજના કારણે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ બની રહ્યો છે અને કિસાન આત્મહત્યા કરવા પ્રેરાય તેવી ગંભીર પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. ત્યારે “લીલો દુષ્કાળ" જાહેર કરી જગતના તાતને બેઠો કરવામાં આવે તે આવશ્યક છે.હવે નવરાત્રી બાદ શિયાળુ પાક માટે વિશેષ પેકેજ તેમજ બિયારણ અને ખેતીલક્ષી દવા, ખાતર અને અન્ય બાબતોમાં રાહત મળે તે અંગેની રજૂઆત કરવામાં આવી છે.
Latest Stories