ભરૂચ: જિલ્લા ભાજપ દ્વારા પંડિત દિનદયાળજીના જીવન ચરિત્ર અંગે વક્તવ્ય યોજાયું, શ્રધ્ધાસુમન અર્પણ કરાયા

એકાત્મ માનવતાવાદના પ્રણેતા અને ભારતીય જનસંઘના સ્થાપક પંડિત દિનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા તેઓને શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા

New Update
  • આજે પંડિત દિનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ

  • ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા યોજાયો કાર્યક્રમ

  • જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આયોજન

  • પંડિતજીના જીવન અંગે વક્તવ્ય યોજાયું

  • ભાજપના આગેવાનો રહ્યા ઉપસ્થિત

એકાત્મ માનવતાવાદના પ્રણેતા અને ભારતીય જનસંઘના સ્થાપક પંડિત દિનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા તેઓને શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા
એકાત્મ માનવતાવાદના પ્રણેતા અને ભારતીય જનસંઘના સ્થાપક પંડિત દિનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પંડિત દિનદયાળ ઉપાધ્યાયની પ્રતિકૃતિને પુષ્પાંજલિ અર્પણ કરી તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.સમર્પણ દિવસના અવસર પર પ્રદેશ ભાજપના કારોબારી સભ્ય આસવ પટેલ દ્વારા પ્રેરણાત્મક વક્તવ્ય આપવામાં આવ્યું હતું. તેમણે પંડિત દિનદયાળ ઉપાધ્યાયના જીવનચરિત્ર અને તેમના એકાત્મ માનવતાવાદના વિચારો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પ્રદેશ કારોબારી સભ્ય મારૂતિસિંહ અટોદરિયા, જિલ્લા મહામંત્રી નિરલ પટેલ સહિત ભાજપના અનેક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories