-
અહલ્યાબાઈ હોળકરની 300મી જન્મજયંતિ
-
ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા યોજાયો કાર્યક્રમ
-
પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું કરાયું આયોજન
-
ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ રહ્યા ઉપસ્થિત
-
અહલ્યાબાઇના જીવન સન્માન વિશે આપ્યું માર્ગદર્શન
ભરૂચના દાંડિયા બજાર સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે અહલ્યાબાઈ હોળકરની 300મી જન્મજયંતિ નિમિત્તે ભાજપ દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા દાંડિયા બજાર સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે અહલ્યાબાઈ હોળકરની 300મી જન્મજયંતિ નિમિત્તે પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ અને ભૂતપૂર્વ ભરૂચ જિલ્લા સંગઠન પ્રભારી જનક બગદાણા ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે તેઓએ અહલ્યાબાઈના જીવન સન્માન, સેવાભાવી કાર્ય અને સમાજસેવામાં આપેલા યોગદાન અંગે વિચારવૃત્તિ પૂર્વક ઉમદા ઉદાહરણો આપ્યા હતા.આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ભાજપના આગેવાનો તેમજ શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.