New Update
આજે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી
ભરૂચ જિલ્લાકક્ષાની સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી
વાલિયા ખાતે ઉજવણી કરવામાં આવી
મંત્રી મુકેશ પટેલે કર્યું ધ્વજવંદન
ભરૂચના વાલિયાના સીતારામ સેવા ટ્રસ્ટના ગ્રાઉન્ડ ખાતે રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે જિલ્લા કક્ષાની ઉજવણી સીતારામ સેવા ટ્રસ્ટ વાલિયા ખાતે રાજ્યના વન અને પર્યાવરણ,કલાઈમેટ ચેન્જ, જળસંપત્તિ અને પાણીપુરવઠા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી મુકેશભાઈ પટલેની અધ્યક્ષતામાં 79માં સ્વતંત્રતા કરવામાં આવી હતી.મંત્રીના હસ્તે ધ્વજવંદન કરી રાષ્ટ્ર ધ્વજને સલામી આપી હતી.આ કાર્યક્રમમાં સશસ્ત્ર પોલીસ જવાનોની પરેડ યોજાઈ હતી.જે પરેડનું મંત્રીએ નિરીક્ષણ કર્યું હતું.જે બાદ મંત્રીએ જિલ્લાવાસીઓને ઉદ્દબોધન કર્યું હતું.જ્યારે વિવિધ શાળાના બાળકોએ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી.
રમત ગમત ક્ષેત્રમાં જિલ્લાનું ગૌરવ વધારનાર રમતવીરો,108 ઇમરજન્સી સ્ટાફ,સાંસ્કૃતિક,ફોરેસ્ટ વિભાગ ટ્રોફી અને શિક્ષણ વિભાગમાંથી શ્રેષ્ઠ દેખાવ કરનારનું પ્રશસ્તીપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મંત્રીના હસ્તે વૃક્ષારોપણ પણ કરાયું હતું.સદર કાર્યક્રમમાં જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા,ઇન્ચાર્જ એસપી અજય મીણા,સાંસદ મનસુખ વસાવા,ધારાસભ્ય રિતેશ વસાવા,વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા,પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસિયા,જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી,જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા,જિલ્લા વિકાસ યોગેશ કાપસે,વાલિયા તાલુકા પંચાયત પ્રમુખ સીતાબેન વસાવા,સરપંચ સોમીબેન વસાવા તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories