ભરૂચ જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની વાલિયા ખાતે ઉજવણી, કલેકટર ગૌરાંગ મકવાણાની ઉપસ્થિતિમાં કરાયુ રિહર્સલ

સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાના કાર્યક્રમની ઉજવણી વન અને પર્યાવરણ,કલાઈમેટ ચેન્જ, જળસંપત્તિ અને પાણીપુરવઠા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટલેની ઉપસ્થિતિમાં કરવામાં આવશે.

New Update
Gaurang Makwana
ભારતમાં ૭૯ માં સ્વાતંત્ર્ય પર્વની હર્ષભેર ઉજવણી  થનાર  છે. જિલ્લા કક્ષાના કાર્યક્રમની ઉજવણી વન અને પર્યાવરણ,કલાઈમેટ ચેન્જ, જળસંપત્તિ અને પાણીપુરવઠા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટલેની ઉપસ્થિતિમાં કરવામાં આવશે. આ અંગેનો કાર્યક્રમ શુક્રવારના રોજ સવારના ૯-૦૦ કલાકે સીતારામ સેવા ટ્રસ્ટ, આઈ.ટી.આઈ.ની સામે તા. વાલીયા ખાતે યોજવામાં આવશે.

Independence Day Celebration

આ પ્રસંગે જિલ્લામાં કોઈ પણ ક્ષેત્રમાં નોધપાત્ર સિધ્ધી મેળનાર જિલ્લાના શ્રેષ્ઠીઓ તેમજ શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન તથા અભિવાદન પણ કરવામાં આવશે.ગણવેશ ધારી પોલીસ દળના જવાનો રાષ્ટગીતની સૂરાવલીઓ વચ્ચે રાષ્ટ્રધ્વજને સલામી આપશે.
આ અવસરે શાળાના બાળકો દ્વારા યોગ નિદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરવામાં આવશે. આજે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની ઉપસ્થિતિમાં માર્ગદર્શન હેઠળ આ અંગે યોજાનાર કાર્યક્રમનું રિહર્સલ અને નિદર્શન કરવામાં આવ્યું હતું.
Latest Stories