ભરૂચ : આંગણવાડી કેન્દ્રો દ્વારા જિલ્લા કક્ષાના “પોષણ ઉત્સવ”ની ઉજવણી, પૌષ્ટિક આહાર વિશે વિસ્તૃત માહિતી અપાય...

જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જિલ્લાની 21 આંગણવાડી કેન્દ્રોની બહેનો દ્વારા વિવિધ વાનગીઓને પ્રદર્શિત કરવામાં આવી હતી. જેનું નિરીક્ષણ કરી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક આપવામાં આવ્યા

New Update
  • આંગણવાડી કેન્દ્ર દ્વારા કરવામાં આવ્યું ભવ્ય આયોજન

  • આંગણવાડી કેન્દ્ર દ્વારા પોષણ ઉત્સવની ઉજવણી કરાય

  • આંગણવાડી કેન્દ્ર દ્વારા વિવિધ વાનગીનું નિદર્શન કરાયું

  • પૌષ્ટિક આહાર અંગે યુવતીઓને વિસ્તૃત માહિતી અપાય

  • મોટી સંખ્યામાં મહિલાઓ-આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિ

Advertisment

ભરૂચ શહેરના વિવિધ આંગણવાડી કેન્દ્ર દ્વારા પોષણ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે શહેરમાં ડો. બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે જિલ્લા કક્ષાના પોષણ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

દેશમાં કુપોષણ નાબૂદ કરવા અથાગ પ્રયત્નો કરી ધાત્રી માતાસગર્ભા બહેનોકિશોરીઓ તથા બાળકોને પોષણયુક્ત આહાર મળી રહે તે માટે સરકારની વિવિધ યોજનાઓ હેઠળ લાભાર્થીઓને લાભ આપવામાં આવે છે. જે લાભો લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે ભરૂચ જિલ્લા કેન્દ્રોની આંગણવાડી બહેનો સતત કાર્યશીલ રહે છેત્યારે વિવિધ આંગણવાડી કેન્દ્ર દ્વારા પોષણ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.

જેમાં કિશોરીઓને પોષણ અંગે સવિસ્તાર માહિતી સાથે સમજ આપવામાં આવી રહી છેતેમજ આજની ભાગદોડવાળી જિંદગીમાં બહારનું ખાવાનું ટાળવું જોઈએઘરે બનાવેલ પૌષ્ટિક આહાર લેવા જોઈએ તથા પૌષ્ટિક મિલેટ્સ આધારિત ધાન્ય બાજરીરાગીકાંગજુવારકોદરા સહિતની વાનગી અંગે સુંદર માહિતી આપી દરેકને ઉપયોગમાં લેવા અપીલ કરવામાં આવી રહી છે.

જેના ભાગરૂપે ભરૂચ શહેરમાં ડો. બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જિલ્લાની 21 આંગણવાડી કેન્દ્રોની બહેનો દ્વારા વિવિધ વાનગીઓને પ્રદર્શિત કરવામાં આવી હતી. જેનું નિરીક્ષણ કરી પ્રથમદ્વિતીય અને તૃતીય ક્રમાંક આપવામાં આવ્યા હતા. જેમાં નિર્ણાયક તરીકે વાલિયા સ્થિત નવજીન કોલેજના આચાર્યપ્રોફેસરો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે જિલ્લા આરોગ્ય આધિકારી ડો. જે.એસ.દુલેરાજિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઉલજિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી કાશ્મીરા કામત સહિત પ્રોગ્રામ ઓફિસર ઉપસ્થિત રહી આંગણવાડીની મહિલાઓને પ્રોત્સાહિત કર્યા હતા.

Latest Stories