New Update
ભરૂચ જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાય
વિકાસના વિવિધ કામોને મંજૂરી
પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયાની અધ્યક્ષતામાં આયોજન
વિકાસ પ્લાન હેઠળના કામોને મંજૂરી
ટૂંક સમયમાં કામગીરી શરૂ કરાશે
ભરૂચ જિલ્લા પંચાયતની આજરોજ સામાન્ય સભા યોજાઈ હતી જેમાં વિકાસના વિવિધ કામોને મંજૂરી આપવામાં આવી હતી
ભરૂચ જિલ્લા પંચાયતની સામાન્ય સભા આજે પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ પ્રસંગે કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે તેમજ ચૂંટાયેલા સભ્યો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સભામાં નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટેના જિલ્લા વિકાસ પ્લાન હેઠળના વિવિધ વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી હતી.જિલ્લા પંચાયતના સદસ્યો દ્વારા સૂચવાયેલા વિકાસ કાર્યો ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. આરોગ્ય, ખેતીવાડી, જાહેર બાંધકામ, શિક્ષણ, સમાજ કલ્યાણ તથા મહિલા અને બાળ વિકાસ જેવા મુખ્ય ક્ષેત્રોમાં ઝડપી અને ગુણવત્તાસભર કામગીરી માટે સંબંધિત શાખાધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.સત્ર દરમિયાન વધુમાં વધુ ગ્રામય વિસ્તારોના સર્વાંગી વિકાસને ધ્યાનમાં લઈ નાણા વર્ષ ૨૦૨૫-૨૬માં નવી ૧૦૯ ગ્રામ પંચાયતોના નવા મકાનના બાંધકામની જાહેરાત કરવામાં આવી હતી જે અંતર્ગત ટેન્ડર પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
Latest Stories