ભરૂચ: હરસિધ્ધિ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી દ્વારા દીવાળી ધિરાણ વિતરણનો કાર્યક્રમ યોજાયો

ભરૂચની હરસિધ્ધિ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી દ્વારા દિપાવલી પર્વ નિમિત્તે ધિરાણના ચેક વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો

New Update

ભરૂચમાં કાર્યક્રમનું કરાયુ આયોજન

હરસિધ્ધિ ક્રેડિટ સોસા.દ્વારા કાર્યક્રમ યોજાયો

દિવાળી નિમિત્તે ધિરાણનું કરાયુ વિતરણ

રૂ.68 લાખના ચેક અર્પણ કરાયા

ધારાસભ્યો સહિતના આગેવાનો રહ્યા ઉપસ્થિત

ભરૂચની હરસિધ્ધિ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી દ્વારા દિપાવલી પર્વ નિમિત્તે ધિરાણના ચેક વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો
ભરૂચમાં વર્ષ 2005-06થી હરસિધ્ધિ કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી કાર્યરત છે.જેમાં મહિલા સશક્તિકરણ કાર્યક્રમ અંતર્ગત સ્વ સહાય જૂથ સખીમંડળની બહેનોને બચત અને ધિરાણ સાથે સ્વરોજગાર લગતી પ્રવૃત્તિઓ પૂરી પાડવામાં છે ત્યારે આવનાર દિપાવલી પર્વ નિમિત્તે શહેરના આત્મીયહોલ ખાતે ધિરાણના ચેક વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા,નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવ, પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા તેમજ હરસિધ્ધિ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીના ચેરમેન ખુમાનસિંહ વાસિયા અને આમંત્રિત ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે આમંત્રિતોના હસ્તે રૂપિયા 68 લાખના ધિરાણના ચેકનું વિતરણ લાભાર્થી મહિલાઓને કરવામાં આવ્યું હતું
#Bharuch #News #Distribution #bank #MLA Ramesh Mistry #cheque
Here are a few more articles:
Read the Next Article