New Update
ઝાડેશ્વર અનુભુતિ ધામ ખાતે દિવાળીની ઉજવણી
પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા ઉજવણી
અનુયાયીઓને દિવાળી પર્વની પાઠવવામાં આવી શુભેચ્છા
દિવાળી પર્વના મહત્વ વિશે આપવામાં આવી માહિતી
અનુયાયીઓને ભાઈબીજના તિલક પણ કરાયા
ભરૂચના ઝાડેશ્વર ખાતે આવેલ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લાના ઝાડેશ્વર ખાતેના પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય અનુભૂતિ ધામ ખાતે આજે દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભરૂચ સબ ઝોન ઇન્ચાર્જ પ્રભા દીદીજીએ દિવાળીના પર્વનું મહત્વ સમજાવી ભાઈબીજનો તિલક કરી બ્રહ્માકુમારીઝના અનુયાયીઓને દિવાળી પર્વની અને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.તથા આ સાથે જ દિદિજીએ જણાવ્યું હતું કે પોતાના આત્મા રૂપી ચેતન્ય દિપકને પણ આપણે પ્રગટાવીશું તો સંસારમાં સાચી રોશની થશે અને એક નવ નિયુક્ત સંસારનું નિર્માણ થશે.આ કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું.જેમાં નાના બાળકોએ પણ વર્તમાનમાં કઈ રીતે બદલાવ કરવો પ્રાકૃતિક ખેતી તરફ વળવું તથા સ્વચ્છતા અંગે જાગૃતિ અને પાણી બચાવો સહિતના નૃત્ય કરી લોકોને નવા વર્ષમાં સંકલ્પ બંધ કર્યા હતા.આ કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં બ્રહ્માકુમારીઝની સમર્પિત બહેનો ભાઈઓએ દીપ પ્રાગટ્ય કરીને દિવાળી પર્વની ઉજવણી કરી હતી.