ભરૂચ:ડમ્પિંગ સાઈટના અભાવે શહેરના માર્ગો બન્યા ઉકરડા, ડોર ટુ ડોર કચરા કલેક્શન સેવા પણ બંધ !

ભરૂચ શહેરના કચરાનો નિકાલ કરવા માટે નગરપાલિકા ડમ્પિંગ સાઈટ શોધી શકતી નથી એટલે 200 ટનથી વધુ કચરાનો 5 દિવસથી નિકાલ કરી શકાયો નથી અને શહેરના ખૂણા, ચારરસ્તા જાણે ઉકરડા બની ગયા હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

New Update
  • ભરૂચ શહેરમાં કચરાની ગંભીર પરિસ્થિતિ

  • શહેરના માર્ગો બન્યા ઉકરડા

  • વિવિધ સ્થળોએ મુકવામાં આવેલ કચરા પેટી ઉભરાય

  • ડોર ટુ ડોર કચરા કલેક્શન સેવા પણ બંધ

  • સ્થાયી ડમ્પિંગ સાઈટના અભાવે સર્જાય પરિસ્થિતિ

ભરૂચ નગર સેવા સદનની ઘન કચરાના નિકાલની ડમ્પિંગ સાઈટનો પ્રશ્ન દિવસેને દિવસે વધુ વિકટ બનતો જઈ રહ્યો છે ત્યારે છેલ્લા પાંચ દિવસથી કચરાનો નિકાલ ન થતા શહેરના માર્ગો જાણે ઉકરડા બની ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

ભરૂચ નગર સેવાસદની ડમ્પીંગ સાઈડ નો વિવાદ હવે ગંભીર સમસ્યા આકાર લઈ રહ્યો છે નગર સેવાસદનને સ્થાયી ડમ્પીંગ સાઈડ ન મળતા હવે શહેર જ જાણે ઉકરડો બની રહ્યું છે.ભરૂચ શહેરના કચરાનો નિકાલ કરવા માટે નગરપાલિકા ડમ્પિંગ સાઈટ શોધી શકતી નથી એટલે 200 ટનથી વધુ કચરાનો 5 દિવસથી નિકાલ કરી શકાયો નથી અને શહેરના ખૂણા, ચારરસ્તા જાણે ઉકરડા બની ગયા હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

આ તરફ કચરો ઉઘરાવવા માટે ડોર ટુ ડોર  ફરતા 30 જેટલા ટેમ્પો પણ કચરાથી ભરાઈ ગયા છે એટલે ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શન પણ બંધ થઈ ગયું છે. આ કારણે લોકોના ઘરની કચરા પેટીઓ પણ ઉભરાઈ ગઈ છે.પાલિકા ડમ્પિંગ સાઈટ માટે જ્યાં જગ્યા શોધે છે ત્યાં વિરોધનો સામનો કરવો પડે છે. આ કારણે પાલિકા પણ અટવાઈ છે. આ અંગે વિપક્ષ કોંગ્રેસ દ્વારા નગર સેવાસદન પર આક્ષેપ કરવામાં આવ્યા છે.

વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદે જણાવ્યું હતું કે નગરસેવા સદન દ્વારા આટલા વર્ષો બાદ પણ સ્થાયી ડમ્પિંગ સાઈટ શોધી શકાતી નથી જેના કારણે ભરૂચ શહેરમાં ઠેર ઠેર કચરાના ઢગ જોવા મળી રહ્યા છે ત્યારે આ સમસ્યાના વહેલી તકે નિરાકરણની તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે.

હાલ રોજ સરેરાશ 100 ટન કચરો અંકલેશ્વરની કંપનીમાં મોકલવામાં આવે છે. નાના ટેમ્પોને અંકલેશ્વર મોકલવામાં આવે તો ઘરે ઘરે ફરીને કચરો એકત્ર કરવાનું કામ રખડી પડે એટલે નાના ટેમ્પોમાંથી કચરો મોટાં વાહનોમાં ભરવા માટે પાલિકા એક પ્લેટફોર્મ બનાવવા જગ્યા શોધી રહી છે પરંતુ જ્યાં જગ્યા શોધે ત્યાં ડમ્પિંગ સાઈટ બની જશે તેવી ભીતિને કારણે લોકો વિરોધ કરી રહ્યા છે.
આ અંગે નગર સેવા સદનના પ્રમુખ વિભૂતિ યાદવે જણાવ્યું હતું કે આજથી ડોર ટુ ડોર સેવા ફરી શરૂ કરવામાં આવી છે એટલે આવનારા દિવસોમાં કચરાના ઢગ નહીં જોવા મળે. ડંપિંગ સાઈટના પ્રશ્ને તેઓએ લોકોને સહકાર આપવાની અપીલ કરી છે.
Read the Next Article

અંકલેશ્વર: નર્મદા લાઈફ લાઇન મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલનો પ્રારંભ કરાયો, સંતો, મહંતો, મહાનુભવો રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વર - હાંસોટ રોડ પર વિસ્ટેરિયા હેલ્થ કેર & રિટેલ દ્વારા 110 બેડની વર્લ્ડ કલાસ સ્ટેટ ઓફ ધ આર્ટ હેલ્થ કેર યુનિટ નર્મદા લાઈફ લાઈન મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલનું નિર્માણ થયું છે

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યો પ્રારંભ

  • નર્મદા લાઈફ લાઇન હોસ્પિટલનો પ્રારંભ

  • સંતો મહંતોની હાજરીમાં પ્રારંભ કરાયો

  • સાંસદ મનસુખ વસાવા રહ્યા ઉપસ્થિત

  • રાહત દરે સારવાર મળી રહેશે

અંકલેશ્વરમાં રાહત દરે સેવાકીય પ્રવૃત્તિને વેગ આપવા નર્મદા હોસ્પિટલ પરિવાર દ્વારા નર્મદા લાઈફ લાઈન મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલનો  શુભારંભ કરવામાં આવ્યો છે
અંકલેશ્વર - હાંસોટ રોડ પર વિસ્ટેરિયા હેલ્થ કેર & રિટેલ દ્વારા 110 બેડની વર્લ્ડ કલાસ સ્ટેટ ઓફ ધ આર્ટ હેલ્થ કેર યુનિટ નર્મદા લાઈફ લાઈન મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલનું નિર્માણ થયું છે.ભરૂચ જિલ્લાની પ્રજાને આરોગ્ય સેવા રાહત દરે ઉપલબ્ધ કરાવનાર નર્મદા લાઈફ લાઈન હોસ્પિટલનું ઉદ્ઘાટન સાકેતધામના ગિરીશાનંદ સ્વામી અને વરિષ્ઠ સંઘ પ્રચારક હરીશ રાવલના હસ્તે સંતો, મહંતો, મહાનુભવો સહિતની વિશાળ ઉપસ્થિતિમાં કરાયું.
સાથે જ RSS ના હરીશભાઈ રાવલના 82 માં જન્મદિવસની પણ ઉજવણી કરાઈ. લોકાર્પણ ઉદ્ઘાટન પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવા, ભરૂચ વિભાગના સંઘ સંચાલક બળદેવ પ્રજાપતિ, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ઝગડીયાના ધારાસભ્ય રિતેશ વસાવા, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા સહિત મહાનુભવો, સંતો, મહંતોએ ઉપસ્થિત રહી જયમીન પટેલ અને નર્મદા હોસ્પિટલ પરિવારને શુભકામનાઓ પાઠવી હતી.