ભરૂચ: ઝઘડિયાની બ્રિટાનિયા કંપનીના કર્મચારીઓ 2 દિવસથી હડતાળ પર, પગાર વધારો સહિતની માંગ

ભરૂચના ઝઘડિયા ખાતે આવેલી બ્રિટાનિયા કંપનીના કર્મચારીઓ સતત બે દિવસથી હડતાલ પર ઉતર્યા છે પગાર વધારા સહિતની માંગો ન સ્વીકારતા કર્મચારીઓએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યુ છે.

New Update
  • ભરૂચના ઝઘડિયામાં આવેલી છે કંપની

  • બ્રિટાનિયા કંપનીના કર્મચારીઓ હડતાળ પર

  • સતત બે દિવસથી કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા

  • પગાર વધારો સહિતની માંગ કરાય

  • કંપનીએ હડતાળને ગેરકાયદેસર ગણાવી

  • કર્મચારીઓએ લેબર કમિશનરને કરી રજૂઆત 

Advertisment

ભરૂચના ઝઘડિયા ખાતે આવેલી બ્રિટાનિયા કંપનીના કર્મચારીઓ સતત બે દિવસથી હડતાલ પર ઉતર્યા છે પગાર વધારા સહિતની માંગો ન સ્વીકારતા કર્મચારીઓએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે.અને આ અંગે લેબર કમિશનરને રજૂઆત કરીને યોગ્ય ન્યાયની માંગ કરી છે.

ભરૂચની ઝઘડિયા ઔદ્યોગિક વસાહતમાં બ્રિટાનિયા કંપની આવેલી છે.આ કંપનીના કર્મચારીઓએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે. સતત બે દિવસથી કર્મચારીઓ કંપનીના ગેટની બહાર હડતાલ પર ઉતર્યા છે.કર્મચારીઓના જણાવ્યા અનુસાર કંપની દ્વારા બ્રિટાનિયા કંપનીના જ અન્ય યુનિટ કરતા ઓછો પગાર ચૂકવવામાં આવે છે.જેના કારણે તેઓને અન્યાય થઈ રહ્યો છે.આ તરફ પગારમાં ન જેવો વધારો આપી કંપની મેનેજમેન્ટએ હડતાલ સમેટી લેવાના પ્રયાસ કર્યા હતા. જોકે કામદારોએ ન જેવા પગાર વધારાનો અસ્વીકાર કરી બીજા દિવસે પણ હડતાલ યથાવત રાખી હતી.કર્મચારીઓએ પોતાની માંગ જો સ્વીકારવામાં નહીં આવે તો ભૂખ હડતાલની પણ ચીમકી ઉચ્ચારી છે.તો આ તરફ કંપની મેનેજમેન્ટ  દ્વારા  ગેટ બહાર ધરણા પ્રદર્શનને ગેરકાયદેસર જણાવી નોટિસ પણ ચોંટાડવામાં આવી છે.ત્યારે આ મામલે કર્મચારીઓ દ્વારા તંત્રને પણ રજૂઆત કરવામાં આવી છે.

વધુમાં બ્રિટાનિયા કંપની સામે હડતાલ પર ઉતરેલા કર્મચારીઓએ ભરૂચ જિલ્લા લેબર કમિશનરને પણ રજૂઆત કરી હતી અને યોગ્ય ન્યાયની માંગ કરી હતી.

 

Advertisment
Latest Stories