ભરૂચ: નગરપાલિકાની ઢોર પકડનાર ટીમ દ્વારા અત્યંત ક્રૂર અત્યાચાર કરાયો, વિડીયો બહાર આવતા ખળભળાટ

ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં ઢોર ડબ્બા ગાડી લઈ પાલિકાની ટીમ હરાયા ઢોર રાતે પકડી રહી હતી ત્યારે એક આખલા પર માનવતા પણ કંપી ઉઠે તેવો અત્યાચાર કરાયો

New Update
  • ભરૂચમાં નગરપાલિકાની ટીમની ક્રૂરતા

  • રખડતા ઢોર પકડવા ગઈ હતી ટીમ

  • આખલા પર અમાનવીય અત્યાચાર કરાયો

  • ચપ્પુના ઘા અને લાકડાના સપાટા મરાયા

  • ટીમ સામે ગુનો નોંધવા જીવદયા પ્રેમીઓની માંગ

ભરૂચમાં નગરપાલિકાની રખડતા  ઢોર પકડનાર ટીમની હેવાનીયત અને અમાનવીય કૃત્યના વિડીયો સામે આવ્યા છે. ભરૂચ નગર સેવાસદન દ્વારા રસ્તે રખડતા ઢોર પકડવાની ચલાવવામાં આવી રહી છે જે અંતર્ગત શહેરના શક્તિનાથ વિસ્તારમાં ઢોર ડબ્બા ગાડી લઈ પાલિકાની ટીમ હરાયા ઢોર રાતે પકડી રહી હતી ત્યારે એક આખલા પર માનવતા પણ કંપી ઉઠે તેવો અત્યાચાર કરાયો હતો.
આખલાને શરીર પર ઠેર ઠેર ચપ્પાના ઘા મરાયા હતા. તો લાકડાના સપાટા પણ ગુપ્ત ભાગોમાં મરાયા હતા.લોહી લુહાણ આખલાની હાલત દયનિય બની હતી. આ અત્યંત ક્રૂર ઘટનાની જાણ આગેવાન સેજલ દેસાઈએ જીવદયા પ્રેમીઓને કરતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા. જ્યાં ગંભીર ઘવાયેલ આખલો નજીકમાં ચપ્પુ અને લાકડાનો ટુકડો સાથે ઠેર ઠેર લોહીના ડાઘા પણ મળી આવ્યા હતા.
જીવદયા પ્રેમીઓ અને સંસ્થાઓએ આખલાને સારવાર આપ્યા બાદ આ તમામ પુરાવા વિડીયો સાથે રજૂ કર્યા હતા. જીવદયા પ્રેમીઓ દ્વારા પાલિકાના ઢોર ડબ્બા પકડનાર ટીમ, તેની સાથે જોડાયેલા અધિકારીઓ અને આ માનવતા વિહીન કૃત્ય કરનાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવા જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસ વડાને લેખિતમાં રજુઆત કરાઈ છે.
Read the Next Article

ભરૂચ : ક્રાઇમ બ્રાન્ચે કોલેજ રોડ પરથી 6 યુવાનોની કરી ધરપકડ,કારમાંથી ક્રેડિટ અને ડેબિટ કાર્ડનો મોટો જથ્થો ઝડપાયો

ભરૂચ શહેરના કોલેજ રોડ પાસે આવેલ હીન્દુસ્તાન પેટ્રોલ પંપ સામે પાર્ક કરેલી ક્રેટા કારમાંથી ૬ શકમંદ ઇસમોને ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા. તેમની

New Update
hh

ભરૂચ શહેરના કોલેજ રોડ પાસે આવેલ હીન્દુસ્તાન પેટ્રોલ પંપ સામે પાર્ક કરેલી ક્રેટા કારમાંથી ૬ શકમંદ ઇસમોને ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા.

તેમની પાસેથી અલગ અલગ બેંકના ATM, ક્રેડિટ કાર્ડ, ચેકબુક, છુટ્ટા ચેક, લેપટોપ તથા કાર સહિત કુલ રૂ.૧૦,૫૦,૦૦૦ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

 ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષય રાજે સાઇબર ક્રાઈમ વિરુદ્ધ અસરકારક કાર્યવાહી કરવા ખાસ સૂચના આપી હતી દરમ્યાન ભરૂચ ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે કોલેજ રોડ પરથી પસાર થતી કાર નંબર GJ-16-CS-8971ને  ચેક કરવામાં આવી હતી.કારમાંથી મળી આવેલા ઇસમો પાસે બેંક સંબંધિત અગત્યના દસ્તાવેજો હોવા છતાં તેઓ સંતોષકારક સ્પષ્ટતા કરી શક્યા ન હતા.પોલીસે ATM અને ક્રેડિટ કાર્ડ ૧૪,બેંક ચેકબુક ૦૮,
છુટ્ટા ચેક ૧૩,ક્રેટા કાર કિંમત રૂ. ૧૦ લાખ,મોબાઇલ ફોન ૦૭ (કિંમત રૂ. ૩૦,૦૦૦),લેનોવો લેપટોપ ૦૧ (કિંમત રૂ. ૨૦,૦૦૦) મળીને કુલ કિંમત રૂ.૧૦,૫૦,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.પોલીસે પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ IPC તથા IT એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. આ ગુનાની વધુ તપાસ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા ચાલુ છે. આરોપીઓ દ્વારા સાઇબર ક્રાઈમ અથવા કોઈ ગુનાહિત કાવતરાને અંજામ અપાયો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં લાગી રહ્યું છે ત્યારે પોલીસે આરોપીઓની ધરપકડ કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ઝડપાયેલ આરોપીઓ
અશોક જવાલાપ્રસાદ ત્રિવેદી (ઉ.વ. ૩૭) ઉત્તરપ્રદેશ, લક્ષ્ય અનુપસિંહ યાદવ (ઉ.વ. ૨૬) હરિયાણા,શીવાંક રોહીતકુમાર યાદવ (ઉ.વ. ૧૯) હરિયાણા
દીપાંશુ સતીષકુમાર સૈની (ઉ.વ. ૨૦)ઉત્તરપ્રદેશ
ધર્મેશ ભુપતભાઈ મકવાણા (ઉ.વ. ૨૨) સુરત
કરણ બાબુભાઈ વાળા (ઉ.વ. ૧૯) ભરૂચ