New Update
/connect-gujarat/media/media_files/2025/04/05/7hGHeJc8HuM2rC84WxaM.jpg)
ભરૂચના હાંસોટના ઇલાવ ગામ ખાતે આવેલ પ્રાથમિક કુમાર શાળામાં અભ્યાસ કરતા ધોરણ આઠના વિદ્યાર્થીઓના વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે હાંસોટ તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ જયેશ પટેલ, આચાર્ય દિપક સોલંકી તેમજ ગામના આગેવાનો અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. ધોરણ 8ના બાળકોએ અત્યાર સુધીના તેમના અનુભવો રજૂ કર્યા હતા તો વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ પણ રજૂ કરવામાં આવી હતી. આગેવાનો દ્વારા બાળકોને તેમના ઉજવળ ભવિષ્યની શુભકામના પાઠવવામાં આવી હતી
Latest Stories