ભરૂચ: માહિતી કચેરીના સહાયક માહિતી નિયામક સંજય પટેલ નિવૃત્ત થતા વિદાય સમારોહ યોજાયો

માહિતી કચેરીના સહાયક માહિતી નિયામક વહીવટ અને ઇ.ચા.નાયબ માહિતી નિયામક સંજય પટેલ વય નિવૃત્ત થતાં તેમનો વિદાય સમારોહ ભરૂચ માહિતી કચેરી ખાતે યોજાયો

New Update
retirement
ભરૂચ જીલ્લા માહિતી કચેરીના સહાયક માહિતી નિયામક વહીવટ અને ઇ.ચા.નાયબ માહિતી નિયામક સંજય પટેલ તારીખઃ ૩૧/૦૫/૨૦૨૫ના રોજ વય નિવૃત્ત થતાં તેમના વિદાય સમારોહ પ્રાદેશિક માહિતી કચેરી, સુરતના સંયુકત માહિતી નિયામક અમીત ગઢવીના અધ્યક્ષસ્થાને ભરૂચ કચેરી ખાતે યોજાયો હતો.
Sanjay Patel
આ પ્રસંગે જિલ્લા માહિતી કચેરી નર્મદા નાયબ માહિતી નિયામક અરવિંદ.મછાર, વલસાડ કચેરીના નાયબ માહિતી નિયામક  ભાવના વસાવા, સુરત કચેરીના ઇનચાર્જ નાયબ માહિતી નિયામક ઉમેશ બાવીસા,સહાયક માહિતી નિયામક ચીમનભાઇ વસાવા તથા ભરૂચ કચેરીના કર્મચારીઓ ભાવભેર વિદાય સાથે  શુભેચ્છાઓ પાઠવી હતી.