-
હાઈટેન્સન લાઈન સામે ખેડૂતોનો વિરોધ
-
ભરૂચ જિલ્લાના ખેડૂતોએ નોંધાવ્યો વિરોધ
-
જિલ્લા કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર
-
ગુજરાત ખેડૂત સમાજ દ્વારા કરાયો છે વિરોધ
-
કામગીરીને રોકવા માટે કરાઈ માંગ
ભરૂચ હાઇટેન્શન લાઇનના તાનાશાહી વિરુદ્ધમાં ખેડૂત સમાજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું,અને પોતાની સમસ્યાના નિરાકરણ માટેની માંગ કરી હતી.ભરૂચ જિલ્લામાં પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા 765 કે.વી.ની બે અને 440 કે.વી.ની બે હાઈ ટેન્શન લાઈન ઉભી કરવા માટે ખેતરોમાં આડેધડ મહાકાય ટાવરો સ્થાપવાની તૈયારીઓ સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ તાનાશાહી વિરુદ્ધ "ગુજરાત ખેડૂત સમાજ" ના નેજા હેઠળ અસરગ્રસ્ત ભરૂચ અને વાગરા તાલુકાના ગામોના ખેડૂતોના આગેવાનો દ્વારા ભરૂચ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.ખેડૂતોએ આ પ્રોજેક્ટ માટે ખેડૂત હિતોની અવગણનાને લઈને તીવ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો.આવેદનપત્ર સોંપતી વખતે જયેશ પાલ, રમેશ પટેલ, જયેશ પટેલ,નવફલ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.
તેમને જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ ખેડૂતોની જમીન અને જીવન પર નકારાત્મક અસર કરશે. તેમણે પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા તાનાશાહી પૂર્વક લાદવામાં આવતી કામગીરીને રોકવા માંગ કરી હતી.