ભરૂચ: જમીન સંપાદનમાં અન્યાય સામે ખેડૂતોએ સાંસદ મનસુખ વસાવાએ આપેલું વચન પૂર્ણ કરવા કરી રજૂઆત

ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખ વસાવાએ ચૂંટણી પહેલા જમીન ના વળતર માટે લડત લડી રહેલા ખેડૂતોને તેમને મત આપવા અપીલ કરી હતી,

New Update

ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખ વસાવાએ ચૂંટણી પહેલા જમીન ના વળતર માટે લડત લડી રહેલા ખેડૂતોને તેમને મત આપવા અપીલ કરી હતી

અને તેઓ જીતીને આવશે એટલે ખેડૂતોની જમીન સંપાદન માં થયેલા અન્યાય સામે અવાજ ઉઠાવી ખેડૂતોને ન્યાય અપાવવાનું વચન આપ્યું હતું.આ ચૂંટણીમાં મનસુખ વસાવા જીતી જતા આજે ખેડૂતો તેઓને તેમનું વચન યાદ અપાવી ખેડૂતોને ન્યાય આપવાની લેખીતમાં રજૂઆત કરી હતી.
ભરૂચ જિલ્લા માંથી વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે, બુલેટ ટ્રેન,ભાડભૂત બેરેજ યોજના માં અંદાજીત 60 થી વધુ ગામોની જમીન સંપાદનમાં ચાલી રહેલા વિરોધમાં ખેડૂતો એ ચૂંટણીનો બહિષ્કાર કરીને પોતાના મતદાન કાર્ડ જમા કરાવ્યા હતા.આ બાજુ ભરૂચ લોકસભા બેઠક પર સતત સાતમી વખત ભારતીય જનતા પાર્ટી એ મનસુખ વસાવાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા.
જેથી મનસુખ વસાવાએ તેમને મત આપવા માટે ખેડૂત સમન્વય સમિતીના ખેડૂતો અને આગેવાનો સાથે એક બેઠક કરીને ચૂંટણીમાં જીત બાદ તેમના પ્રશ્ન નું યોગ્ય નિરાકરણ કરીને ન્યાય અપાવવાનું વચન આપ્યું હતુ.તેથી આજરોજ સમન્વય સમિતિના આગેવાનો અને ખેડૂત ભાઈઓ અને મહિલાઓ મોટી સંખ્યામાં ભોલાવ સર્કિટ હાઉસ ખાતે એકત્ર થઈને સાંસદ મનસુખ વસાવા અને ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા ને  તેઓએ જીત પહેલા આપેલું વચન યાદ અપાવી ખેડૂતોનું ઋણ ચૂકવવાનો સમય આવ્યો હોવાનું યાદ અપાવ્યું હતું.

જ્યારે આ બાબતે સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, મને યાદ છે ચૂંટણી સમયે અમે તેમને વચન આપ્યું હતું આજે જ્યારે તેઓ ખૂબ મોટી સંખ્યામાં મને મળવા માટે આવ્યા છે ત્યારે તેમની જમીન સંપાદન અંગે વળતર ને લઈને જે પ્રશ્ન છે તે માટે જરૂર મારી સરકારમાં રજૂઆત કરીને તેઓને ન્યાય અપાવશે તેમ જણાવ્યું હતું.
Latest Stories