ભરૂચ: જંબુસરમાં 5 દિવસથી ભેદી પથ્થરમારાથી લોકોમાં ભય,ડ્રોનની મદદથી તપાસ શરૂ

થ્થરોના કારણે લોકોની ઊંઘ ઊડી ગઈ છે. પહેલા લાગતી અફવાં બાદમાં સ્થાનિકોના અનુભવ બાદ હકીકત થતાં ભેદી પથ્થર મારનારને શોધવા પોલીસ અને હોમગાર્ડના જવાનો પણ કામે લાગ્યા

author-image
By Connect Gujarat Desk
New Update

જંબુસરમાં ટિકળખોરનું કારસ્તાન

રાત્રીના સમયે ફેંકવામાં આવે છે પથ્થર

છેલ્લા 5 દિવસથી થાય છે ભેદી પથ્થરમારો 

પથ્થર પડવાથી લોકોમાં ભયનો માહોલ 

પોલીસ, હોમગાર્ડના જવાનો કરાયા તૈનાત

ભરૂચના જંબુસરમાં છેલ્લા પાંચ દિવસથી ભેદી પથ્થર મારો થતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે પોલીસે આ વિસ્તારમાં પોલીસ જવાનો અને હોમગાર્ડ તૈનાત કર્યા છે
ભરૂચના જંબુસર નગરના મુખ્ય બજારમાં છેલ્લા 4 દિવસથી ઘરોની છત પર પડતાં પથ્થરોના કારણે લોકોની ઊંઘ ઊડી ગઈ છે. પહેલા લાગતી અફવાં બાદમાં સ્થાનિકોના અનુભવ બાદ હકીકત થતાં ભેદી પથ્થર મારનારને શોધવા પોલીસ અને હોમગાર્ડના જવાનો પણ કામે લાગ્યા છે. પોરવાડ ખડકી, શ્રાવકપોળ અને પોલીસ ગેટ વિસ્તારમાં છતો પરથી પથ્થર પડતાં હોવાનું સ્થાનિકો જાણવી રહ્યા છે. જ્યારે અનેક લોકોનું માનવું છે કે શાંતિ ડહોળવા આ કોઈ ટીખળખોરનું કામ હોય શકે છે.
ત્રણ દિવસથી પડતાં પથ્થર ની વાત વાયુવેગે નગરમાં ફેલાઈ જેથી શુક્રવાર રાત્રીના સમયે મોટી સંખ્યામાં નગરના લોકો આ વિસ્તારમાં દોડી આવ્યા હતા. જોકે સ્થાનિકોની રજૂઆત બાદ પોલીસ અને હોમગાર્ડના જવાનો દ્વારા છતો ઉપર પોઇન્ટ મૂકી અને અજાણ્યા ટીખળખોરને ઝડપી પાડવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા છે. આ સાથે ડ્રોનની મદદ લઈને અજાણ્યા ટીખળખોરનું સ્થળ જાણવા પણ પ્રયાસ કરાયા હતા. 
#Jambusar #Bharuch Police #stone pelting #પથ્થરમારો #જંબુસર #stone pelters #ભેદી પથ્થરમારો
Here are a few more articles:
Read the Next Article