ભરૂચ: ભોલાવ GIDC નજીક મુખ્યમાર્ગ પર 2 આખલાઓ વચ્ચે યુદ્ધ, વાહનચાલકોમાં ભયનો માહોલ

ભરૂચ શહેર અને જિલ્લામાં રખડતા પશુઓના વધતા ઉપદ્રવને કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. શહેરનાં અનેક વિસ્તારોમાં આખલાઓ એકબીજા સાથે બાખડતા અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે

New Update
Stray Cattle
ભરૂચ શહેર અને જિલ્લામાં રખડતા પશુઓના વધતા ઉપદ્રવને કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. શહેરનાં અનેક વિસ્તારોમાં આખલાઓ એકબીજા સાથે બાખડતા અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે. શહેરની ભોલાવ GIDC નજીક આજરોજ મુખ્યમાર્ગ પર 2 આખલાઓ વચ્ચે જાણે યુદ્ધ જામ્યું હતું જેના કારણે વાહનચાલકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. તંત્ર દ્વારા રસ્તે રખડતા પશુઓને પાંજરે પુરવા કાર્યવાહી કરવામાં આવે એવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.
Latest Stories