ભરૂચ: દહેજની સ્વેતાયન કેમટેક કંપનીમાં ટ્રાયલ દરમ્યાન રિએક્શન થતા આગનું તાંડવ, 3 કામદારોને ઇજા

ભરૂચના દહેજ સ્થિત સ્વેતાયન કેમટેકમાં રવિવારે મોડી સાંજે ભીષણ આગ લાગી હતી  જેના કારણે નાસભાગ મચી ગઈ હતી. 9 ફાયર ફાઇટરોએ આગ પર કાબુ મેળવ્યો હતો.

New Update
  • ભરૂચના દહેજનો બનાવ

  • સ્વેતાયન કેમટેક કંપનીમાં આગ

  • ટ્રાયલ દરમ્યાન રિએક્શન થતા આગ

  • 3 કામદારને પહોંચી ઇજા

  • 9 ફાયર ફાયટરોએ આગ પર કાબુ મેળવ્યો

ભરૂચના દહેજ સ્થિત સ્વેતાયન કેમટેકમાં રવિવારે મોડી સાંજે ભીષણ આગ લાગી હતી  જેના કારણે નાસભાગ મચી ગઈ હતી. 9 ફાયર ફાઇટરોએ આગ પર કાબુ મેળવ્યો હતો.
ભરૂચના દહેજ ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી સ્વેતાયન કેમટેક નામની કંપનીમાં કોઈ કારણોસર અચાનક ધડાકો થયો હતો. જે બાદ કંપનીમાં આગ લાગી ગઈ. આગ ગંભીર સ્વરૂપ ધારણ કરવા લાગી, કર્મચારીઓમાં નાસભાગ મચી ગઈ. ઘટનાની માહિતી મળતાં દહેજ ફાયર બ્રિગેડ અને નજીકની કંપનીઓના ફાયર ફાઇટરોને બોલાવવામાં આવ્યા હતા અને પાણીના મારો ચલાવી આગને કાબુમાં લેવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા.આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા 5 થી 7 કિલોમીટર દૂરથી જ આકાશમાં ધુમાડો દેખાતો હતો. દહેજ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો.
આગથી બચવા માટે એક કર્મચારી કંપનીની છત પર દોડી ગયો હતો. જોકે, ફાયર વિભાગની ટીમે ખૂબ જ મુશ્કેલીથી તેને નીચે ઉતારી બચાવી લીધો હતો. સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર વિમલ હળવડીયાએ ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે કંપનીનો નવો પ્લાન્ટ હોવાથી ટ્રાયલ રન ચાલી રહ્યું હતું એ દરમિયાન રિએક્શન થતાં અચાનક જ આગ ફાટી નીકળી હતી. આગના બનાવવામાં બે કામદારો દાઝી ગયા હતા જ્યારે એક કામદાર પડી જવાથી તેને ઈજા પહોંચી હતી.લગભગ ચાર કલાકની જહમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે.
Latest Stories