ભરૂચ : શક્તિનાથ વિસ્તારની ઝૂપડપટ્ટીમાં આગ ફાટી નીકળતા અફરાતફરી, ફાયર ફાઇટરો દોડ્યા, કોઈ જાનહાનિ નહીં...

શક્તિનાથ મહાદેવ મંદિર પાસે સરકારી ક્વાર્ટર નજીક ઝૂપડપટ્ટીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગના પગલે સ્થાનિકો સહિત રાહદારીઓમાં અફરાતફરી મચી જવા પામી

New Update
  • શક્તિનાથ વિસ્તારમાં ઝૂપડપટ્ટીમાં ફાટી નીકળી આગ

  • અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી

  • બનાવના પગલે પાલિકા પ્રમુખ સહિતના સભ્યો દોડી આવ્યા

  • પાલિકાના ફાયર ફાઇટરોએ સમાગ આગ ઉપર કાબૂ મેળવ્યો

  • ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થતાં લોકોએ રાહત અનુભવી

Advertisment

ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં આવેલ ઝૂપડપટ્ટીમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. બનાવના પગલે નગરપાલિકાના ફાયર ફાઇટરોએ સ્થળ પર દોડી આવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.

મળતી માહિતી અનુસારભરૂચ શહેરના વોર્ડ નં. 3માં શક્તિનાથ મહાદેવ મંદિર પાસે સરકારી ક્વાર્ટર નજીક ઝૂપડપટ્ટીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગના પગલે સ્થાનિકો સહિત રાહદારીઓમાં અફરાતફરી મચી જવા પામી હતી. બનાવની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ સહિત સ્થાનિક નગરસેવકો તેમજ ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

જ્યાં ફાયર ફાઇટરોએ 2 જેટલા ફાયર ટેન્ડરોની મદદથી પાણીનો મારો ચલાવી સમગ્ર આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. ત્યારબાદ બનાવ સ્થળ પર કુલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આગની ઘટનામાં 10 જેટલા ઝૂપડા બળીને ખાખ થઈ ગયા હતા.

જોકેફાયર ફાઇટરોએ આગ ઉપર કાબૂ મેળવી લેતા અન્ય 8થી વધુ ઝૂંપડાઓ આગની ઝપેટમાં આવતા બચી ગયા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કેઆગની ઘટનામાં ઝૂપડામાં રહેલી તમામ ઘરવખરી બળીને ખાખ થઈ જતાં શ્રમજીવી પરિવારોના માથે દુઃખનું આભ ફાટી પડ્યું હતું.

Advertisment
Read the Next Article

અંકલેશ્વર: કમોસમી વરસાદ સાથે પ્રદૂષણના દ્રશ્યો સામે આવ્યા, રાસાયણિક પાણી ખાડીમાં વહ્યું !

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં સી પમ્પીંગ સ્ટેશન ગેટ અને કેનાલ ઓવરફલો થતા રાસાયણિક પાણી અમરાવતી નદી અને છાપરા ખાડીમાં વહી ગયું જીપીસીબી દ્વારા નમૂના લેવામાં આવ્યા

New Update
  • અંકલેશ્વરમાં કમોસમી વરસાદ

  • કમોસમી વરસાદ સાથે પ્રદૂષણના દ્રશ્યો

  • પ્રદુષિત પાણી ઓવરફ્લો થયું

  • લાખો લીટર પાણી ખાડીમાં વહ્યું

  • જીપીસીબી દ્વારા નમૂના લેવામાં આવ્યા

Advertisment
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં સી પમ્પીંગ સ્ટેશન ગેટ અને કેનાલ ઓવરફલો થતા રાસાયણિક પાણી અમરાવતી નદી અને છાપરા ખાડીમાં વહી ગયું હતું. હજુ ચોમાસુ બેઠું નથી એ પૂર્વે જ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં વરસાદી પાણી સાથે રાસાયણિક પાણી વિપુલ માત્રામાં વહી ગયું હતું.10 દિવસમાં બીજી વાર પડેલા માવઠામાં પ્રથમ માવઠામાં અમરાવતી નદીમાં માછલાંના મોત થયા હતા અને હવે બીજા માવઠામાં જળ સંપદા અને જમીન સંપદાને વ્યાપક નુકશાન થવાના દ્રશ્યો સામે આવ્યા છે.
ખાસ કરીને સી પમ્પીંગ સ્ટેશન પાસે નોટીફાઈડ વિભાગ દ્વારા બનાવેલ પાળો અને તેની નજીક મુકેલ ગેટ પર ઓવરફ્લો થઇને ઔદ્યોગિક વસાહતનું રાસાયણિક પાણી ખાડીમાં ધોધ સ્વરૂપે વહી રહ્યું હતું.આ અંગે જીવદયા પ્રેમીઓ જીપીસીબીને જાણ કરતા અધિકારીઓએ ત્વરિત અસરથી સ્થળ પર દોડી આવ્યા હતા અને સેમ્પલ લીધા હતા તેમજ નોટીફાઈડ વિભાગના અધિકારીઓ અને ઉદ્યોગ મંડળને પ્રિ મોન્સૂન કામગીરી અંતર્ગત પાળો ઉંચો કરવા તાકીદ કરવામાં આવી હતી. 
Advertisment