ભરૂચના હાંસોટમાં દરિયા કિનારાના કંટીયાળજાળ સહિતના વિસ્તારોમાં માછીમારોને માછીમારી કરવા માટે પડકારક ઉભા થઈ રહ્યા છે.દરિયો આગળ વધી જતા માછીમારોએ 10 થી 12 કિલોમીટર સુધી પગપાળા જઈ માછીમારી કરવી પડે છે તો આ સાથે જ તેઓને ઝેરી સરીસૃપો કરડવાનો ભય પણ હંમેશા સતાવતો રહે છે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના ઉદ્યોગોનું પ્રદૂષિત પાણી ટ્રીટમેન્ટ કરી દરિયામાં ઠલવાતા માછીમારીનો પાક ઘટયો હોવાનું માછીમારો કરી રહ્યા છે. તો આ તરફ દરિયા કિનારાના વિસ્તારોમાં વન વિભાગ દ્વારા મેંગ્રોના વૃક્ષનું મોટાપાયે વાવેતર કરવામાં આવ્યું છે જેના કારણે પણ દરિયો આગળ વધી જતા માછીમારો દૂર સુધી પહોંચી માછીમારી કરવી પડે છે.આજના મોંઘવારીના જમાનામાં મચ્છીનો પાક ઓછો આવતા માછીમારોએ જીવન નિર્વાહ કરવો મુશ્કેલ થઈ પડ્યો છે ત્યારે સરકાર દ્વારા સહાય કરવામાં આવે તેવી માછીમારો માંગ કરી રહ્યા છે
ભરૂચ: હાંસોટના દરિયા કિનારાના વિસ્તારોમાં માછીમારી કરવી માછીમારો માટે પડકાર,જીવનું જોખમ પણ ઉભું થાય છે
ભરૂચના હાંસોટના દરિયા કિનારાના વિસ્તારોમાં માછીમારી કરવા માછીમારોએ અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે જેના કારણે તેમના જીવન ધોરણ પર પણ અસર પહોંચી છે.