ભરૂચ: ચાવજ ગામની સીમમાંથી રૂ.8 લાખનો વિદેશીદારૂનો જથ્થો ઝડપાયો, 2 બુટલેગરોની ધરપકડ

ભરૂચ ચાવજ ગામની વૃંદાવન વિલા સોસાયટી પાસેથી વિદેશી દારૂનું કટિંગ થાય તે પહેલા સી ડીવીઝન પોલીસે દરોડા પાડી ૮ લાખથી વધુનો દારૂ અને બે ત્રણ વાહનો મળી કુલ ૨૧.૯૫ લાખનો મુદ્દામાલ કબજે કરી બે બુટલેગરોને ઝડપી પાડ્યા હતા.

New Update

ભરૂચ સી ડિવિઝન પોલીસને મળી સફળતા

વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો

રૂ.8 લાખની કિંમતનો દારૂનો જથ્થો ઝડપાયો

2 બુટલેગરની પોલીસે કરી ધરપકડ

કુલ રૂ.21.95 લાખનો મુદ્દામાલ જપ્ત

ભરૂચ ચાવજ ગામની વૃંદાવન વિલા સોસાયટી પાસેથી વિદેશી દારૂનું કટિંગ થાય તે પહેલા સી ડીવીઝન પોલીસે દરોડા પાડી ૮ લાખથી વધુનો દારૂ અને બે ત્રણ વાહનો મળી કુલ ૨૧.૯૫ લાખનો મુદ્દામાલ કબજે કરી બે બુટલેગરોને ઝડપી પાડ્યા હતા.
ભરૂચ ચાવજ ગામની વૃંદાવન વિલા સોસાયટી પાસે આયસર કન્ટેનરમાંથી વિદેશી દારૂનું કટિંગ થનાર છે.અને વિદેશી દારૂનો જથ્થો લેવા માટે નરેશ કહારના માણસો ખત્રીવાડ બરાનપુરામાં રહેતો બુટલેગર ધર્મેશ મનહર ઠાકોર અને અભિષેક ઉર્ફે અબુ ભરત કહાર આવનાર છે.જેવી બાતમીના આધારે સી ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ વોચમાં હતો તે દરમિયાન એક છોટા હાથી ટેમ્પો અને એકટીવા લઇને બે ઈસમો આવ્યા હતા અને થોડીવારમાં બાતમી વાળું આયસર કન્ટેનર આવતા પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસના દરોડાને પગલે કન્ટેનર ચાલક ફરાર થઇ ગયો હતો જયારે પોલીસે બુટલેગર ધર્મેશ મનહર ઠાકોર અને અભિષેક ઉર્ફે અબુ ભરત કહારને ઝડપી પાડ્યા હતા.પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની ૪૯૨૦ નંગ બોટલ મળી આવી હતી.પોલીસે ૮ લાખનો દારૂ તેમજ ત્રણ વાહનો મળી કુલ ૨૧.૫૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને વિદેશી દારૂ અંગે ઝડપાયેલ બંને બુટલેગરોની પુછપરછ કરતા જથ્થો સેલવાસના છગનસિંગ પાસેથી મંગાવ્યો હોવાની કબુલાત કરી હતી.પોલીસે ચાલક અને વિદેશી દારૂ મોકલનાર સહીત નરેશ કહારને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
Read the Next Article

ભરૂચ: નેત્રંગમાં યોજાયેલ કાર્યક્રમમાં કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી-તુષાર ચૌધરી પાઘડી પહેરી આદિવાસી નૃત્યમાં જોડાયા

ભરૂચના નેત્રંગમાં યોજાયેલ આદિવાસી દિવસની ઉજવણીના કાર્યક્રમમાં કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી અને તુષાર ચૌધરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા

New Update
  • આજે આદિવાસી દિવસની ઠેર ઠેર ઉજવણી

  • ભરૂચના નેત્રંગમાં યોજાયો કાર્યક્રમ

  • આદિવાસી દિવસની કરવામાં આવી ઉજવણી

  • કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી-તુષાર ચૌધરી જોડાયા

  • ભાજપ સરકાર પર કર્યા પ્રહાર 

ભરૂચના નેત્રંગમાં યોજાયેલ આદિવાસી દિવસની ઉજવણીના કાર્યક્રમમાં કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી અને તુષાર ચૌધરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા

આજરોજ તારીખ 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ભરૂચના નેત્રંગ ખાતે બિરસા બ્રિગેડ નામના સંગઠન દ્વારા આદિવાસી દિવસની ઉજવણીના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોંગ્રેસના આગેવાન ભરતસિંહ સોલંકી અને ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા ડો. તુષાર ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.આગેવાનો દ્વારા ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા.તો સાથે જ આગેવાનોએ પરંપરાગત પાઘડી પહેરી આદિવાસી નૃત્યમાં પણ ભાગ લીધો હતો. કોંગ્રેસના આગેવાનો દ્વારા આદિવાસીઓના હક સંવિધાન તથા આજના સામાજિક અને રાજકીય પ્રશ્નો સંદર્ભે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે કોંગ્રેસના આગેવાન ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે ભાજપે જે મત મેળવ્યા છે, એ છેતરપીંડીથી મેળવ્યા છે જેને રાહુલ ગાંધીએ વિશ્વ સમક્ષ મૂક્યું છે હવે પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે.

તો આ તરફ ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા તુષાર ચૌધરીએ પણ ભાજપ સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના પાર-તાપી-નર્મદા લીંક પ્રોજેક્ટના કારણે હજારો આદિવાસીઓ વિસ્થાપિત થશે આથી તેનો વિરોધ કરવામાં આવે છે.