-
વન વિભાગ દ્વારા કરૂણા અભિયાન અંતર્ગત યોજાઈ રેલી
-
ઉન્નતિ વિદ્યાલયથી શકિતનાથ સર્કલ સુધી યોજાઈ રેલી
-
ઉત્તરાયણ પર્વમાં પક્ષીઓની સુરક્ષા માટે જાગૃતિ કેળવવાનો પ્રયાસ
-
રેલીમાં શાળાના બાળકો સાથે વન અધિકારીઓ પણ જોડાયા
-
હાથમાં બેનરો અને પ્લે કાર્ડ થકી લોક જાગૃતિનો કરાયો પ્રયાસ
ભરૂચ વન વિભાગ દ્વારા કરૂણા અભિયાન અંતર્ગત જન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.ઉત્તરાયણ પર્વની ઉજવણીમાં અબોલ જીવોની સુરક્ષા માટે જાગૃતિ કેળવવા અપીલ કરવામાં આવી હતી.
અવકાશી યુદ્ધના પર્વ ઉતરાયણ દરમિયાન પતંગની દોરીથી અબોલ,પશુ પક્ષીઓ ઘાયલ થવાના કે ક્યારેક મોતને ભેટવાના બનાવો બનતા હોય છે.ત્યારે પતંગ રસિકોની ઉતરાયણ ની ઉજવણીના ઉત્સાહમાં આવા અબોલ જીવો પ્રત્યે લોકોમાં કરૂણા જાગે અને તેઓની સુરક્ષા માટે જન જાગૃતિના આશય સાથે ભરૂચ વન વિભાગ દ્વારા લિંક રોડ પર આવેલ ઉન્નતિ વિદ્યાલયથી શકિતનાથ સર્કલ સુધી કરૂણા અભિયાન અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં હાથમાં બેનરો અને પ્લે કાર્ડ લઈને શાળાના બાળકો સાથે રેન્જ ફોરેસ્ટ ઓફિસર એમ.બી.ડાભી,ફોરેસ્ટ ઓફિસર પુષ્પક ગોહિલ સહિત વન વિભાગના કર્મચારીઓ જોડાયા હતા.