ભરૂચ: પૂર્વ PM મનમોહન સિંહનું નિધન, રાષ્ટ્રીય શોકના પગલે કલેકટર કચેરી પર રાષ્ટ્રધ્વજ અડધી કાંઠીએ ફરકાવાયો

પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહનસિંહનું નિધન થતાં સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે ત્યારે ભરૂચ કલેકટર કચેરી ખાતે રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો હતો

New Update
Advertisment
  • પૂર્વ PM મનમોહન સિંહનું નિધન

  • 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર

  • કલેકટર કચેરી પર રાષ્ટ્રધ્વજ અડધી કાંઠીએ ફરકાવાયો

  • મનમોહન સિંહ દેશના 14માં PM બન્યા હતા

  • વર્ષ 2014 સુધી વડા પ્રધાન રહ્યા

Advertisment
પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહનસિંહનું નિધન થતાં સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે ત્યારે ભરૂચ કલેકટર કચેરી ખાતે રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો હતો

પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે નિધન થયું છે. તેઓ 92 વર્ષના હતા. પૂર્વ પીએમ લાંબા સમયથી બીમાર હતા. ઘરે બેભાન થયા બાદ તેમને રાત્રે 8.06 કલાકે દિલ્હી એમ્સમાં લાવવામાં આવ્યા હતા.મનમોહન સિંહ 2004માં દેશના 14મા વડાપ્રધાન બન્યા હતા તેમણે મે 2014 સુધી આ પદ પર બે કાર્યકાળ પૂર્ણ કર્યા હતા. તેઓ દેશના પ્રથમ શીખ અને ચોથા સૌથી લાંબા સમય સુધી સેવા આપતા વડાપ્રધાન હતા.મનમોહન સિંહના નિધનને કારણે કેન્દ્ર સરકારે 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. રાષ્ટ્રીય શોકના પગલે ભરૂચ કલેકટર કચેરી ખાતે રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો હતો અને પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા.

Latest Stories