PM મોદીએ મનમોહન સિંહને આપી શ્રદ્ધાંજલિ, અમિત શાહ અને જેપી નડ્ડાએ પણ અંતિમ દર્શન કર્યા.
પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહ નથી રહ્યા. તેમનું 92 વર્ષની વયે દિલ્હી AIIMSમાં નિધન થયું હતું. ઉંમર સંબંધિત સમસ્યાઓના કારણે ગુરુવારે રાત્રે 8:06 વાગ્યે તેમને AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા.