New Update
-
આજે પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની જન્મ જયંતિ
-
કોંગ્રેસ દ્વારા યોજાયો કાર્યક્રમ
-
પુષ્પાંજલિ અર્પણ કરાય
-
કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો જોડાયા
-
સ્વ.ઇન્દિરા ગાંધીના બલિદાનને યાદ કરાયુ
પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની જન્મ જયંતી નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તેઓને શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા. પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની જન્મ જયંતિ પર ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રણા શહેર પ્રમુખ હરેશ પરમાર તથા કોંગી આગેવાનો અને કાર્યકરોએ ‘ઇન્દિરા ગાંધી અમર રહો’ના નારા સાથે પૂર્વ વડાપ્રધાન સ્વ.ઇન્દિરા ગાંધીને પુષ્પાંજલિ અર્પિત કરી.
પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીનો જન્મ ૧૯ નવેમ્બર ૧૯૧૭એ રાજનીતિક રૂપથી પ્રભાવશાળી નહેરુ પરિવારમાં થયો હતો. ઇન્દિરા ગાંધી વર્ષ ૧૯૬૬ થી ૧૯૭૭ સુધી સતત ત્રણ વખત ભારત ગણરાજ્યના પ્રધાનમંત્રી રહયા અને ત્યાર બાદ ચોથી વખતમાં ૧૯૮૦ થી લઇને ૧૯૮૪માં એમની રાજનીતિક હત્યા સુધી ભારતની પ્રધાનમંત્રી રહ્યા હતા.
Latest Stories