ભરૂચ: શ્રી શંકર સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો !

ભરૂચના શ્રી શંકર સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો જેનો મોટી સંખ્યામાં જરૂરિયાતમંદોએ ભાગ લીધો હતો

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • શંકર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમ યોજાયો

  • વિદ્યાર્થીઓને નોટબુકનું કરાયુ વિતરણ

  • મોટી સંખ્યામાં જરૂરિયાતમંદોએ લાભ લીધો

  • ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી રહ્યા ઉપસ્થિત

ભરૂચના શ્રી શંકર સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો જેનો મોટી સંખ્યામાં જરૂરિયાતમંદોએ ભાગ લીધો હતો
ભરૂચ જિલ્લાના ધોળીકુઈ ખાતે આવેલ ભૃગુઋષિ બાળવાટિકામાં શ્રી શંકર સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ  પ્રકાશ મોદીના હસ્તે વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ટ્રસ્ટના સ્થાપક શંકર માછી,જગદીશ માછી સહિત ટ્રસ્ટના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે પ્રકાશ મોદીએ ટ્રસ્ટના સેવાકીય કાર્યની સરાહના કરતા જણાવ્યુ હતું કે 
 શંકર સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સતત વિવિધ સંજોગોમાં, જેમ કે ગણેશ વિસર્જન, કોરોનાકાળ જેવી પરિસ્થિતિઓમાં સમાજની સેવા કરે છે જે અન્ય ટ્રસ્ટ માટે પ્રેરણારૂપ છે.
Latest Stories