ભરૂચ: ગરુડ સેના દ્વારા રક્તદાન શિબિરનું કરાયુ આયોજન, રક્તદાતાઓએ કર્યું ઉત્સાહભેર રક્તદાન

ભરૂચના યુવાનો માટે એક ઉત્તમ પહેલરૂપ આજે ગરુડ સેના સંગઠન દ્વારા ઝાડેશ્વર ગામના પાટીદાર પંચની વાડી ખાતે રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • ગરુડ સેના દ્વારા કાર્યક્રમ યોજાયો

  • રક્તદાન શિબિરનું આયોજન કરાયું

  • રક્તદાતાઓએ ઉત્સાહભેર કર્યું રક્તદાન

  • સંસ્થાના આગેવાનો રહ્યા ઉપસ્થિત

ભરૂચમાં કાર્યકરત ગરુડ સેના દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું
ભરૂચના યુવાનો માટે એક ઉત્તમ પહેલરૂપ આજે ગરુડ સેના સંગઠન દ્વારા ઝાડેશ્વર ગામના પાટીદાર પંચની વાડી ખાતે રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું.યુનિટી બ્લડ સેન્ટરના સહયોગથી ગરુડ સેનાના પ્રતિનિધિ સેજલ દેસાઈ, વિક્રમ ભરવાડ તથા દાનુ ભરવાડની ટીમે રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં યુવાનોએ જોડાઈ રક્તદાન કરી સમરસતા અને માનવતાની ભાવના પ્રગટાવી હતી
Latest Stories