New Update
ભરૂચ જિલ્લામાં ચોમાસુ જામ્યું
સાર્વત્રિક વરસાદ નોંધાયો
તમામ 9 તાલુકામાં વરસાદ
વાતાવરણમાં ઠંડક
3 તાલુકામાં 1-1 ઇંચ વરસાદ
ભરૂચ જિલ્લામાં નૈઋત્યનું ચોમાસુ જામ્યું છે ત્યારે તમામ 9 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. 9 પૈકી ત્રણ તાલુકામાં 1-1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ભરૂચ જિલ્લામાં ચોમાસું જાણે વિધિવત બેસી ગયું છે ત્યારે આજે સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે રવિવારે બપોર બાદ પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સમીસાંજે તેમજ રાતના સમયે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો આજે સવારે પણ વહેલી સવારથી જ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
ઘણા સમયથી ઉકળાટ અને બફારો સહન કરી રહેલા લોકોને ગરમીથી રાહત મળી હતી. નૈઋત્યના ચોમાસાનો આગમન થતાં વાતાવરણ જાણે પ્રફુલ્લિત બની ગયું છે તો વરસાદ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભરૂચ જિલ્લાના ત્રણ તાલુકામાં એક એક જેટલો વરસાદ નોંધાયો હતો તો અન્ય છ તાલુકામાં પણ વરસાદ વરસ્યો હતો.ભરૂચ જિલ્લામાં 24 કલાક દરમ્યાન વરસેલ વરસાદના તાલુકાવાર આંકડા પર નજર કરીએ તો જંબુસર 5 મી.મી.,આમોદ 3 મી.મી.,વાગરા 12 મી.મી.,ભરૂચ 16 મી.મીમ.,ઝઘડિયા 8 મી.મી.,અંકલેશ્વર,મી.મી.,હાંસોટ 1.5 ઇંચ,વાલિયા 1 ઇંચ અને નેત્રંગમાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો.
Latest Stories