ભરૂચ: તમામ 9 તાલુકામાં સાર્વત્રિક વરસાદ,3 તાલુકામાં 1-1 ઇંચ વરસાદ નોંધાયો

રવિવારે બપોર બાદ પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સમીસાંજે તેમજ રાતના સમયે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી

New Update
  • ભરૂચ જિલ્લામાં ચોમાસુ જામ્યું

  • સાર્વત્રિક વરસાદ નોંધાયો

  • તમામ 9 તાલુકામાં વરસાદ

  • વાતાવરણમાં ઠંડક

  • 3 તાલુકામાં 1-1 ઇંચ વરસાદ

ભરૂચ જિલ્લામાં નૈઋત્યનું ચોમાસુ જામ્યું છે ત્યારે તમામ 9 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. 9 પૈકી ત્રણ તાલુકામાં 1-1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ભરૂચ જિલ્લામાં ચોમાસું જાણે વિધિવત બેસી ગયું છે ત્યારે આજે સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે રવિવારે બપોર બાદ પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સમીસાંજે તેમજ રાતના સમયે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો આજે સવારે પણ વહેલી સવારથી જ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
ઘણા સમયથી ઉકળાટ અને બફારો સહન કરી રહેલા લોકોને ગરમીથી રાહત મળી હતી. નૈઋત્યના ચોમાસાનો આગમન થતાં વાતાવરણ જાણે પ્રફુલ્લિત બની ગયું છે તો વરસાદ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભરૂચ જિલ્લાના ત્રણ તાલુકામાં એક એક જેટલો વરસાદ નોંધાયો હતો તો અન્ય છ તાલુકામાં પણ વરસાદ વરસ્યો હતો.ભરૂચ જિલ્લામાં 24 કલાક દરમ્યાન વરસેલ વરસાદના તાલુકાવાર આંકડા પર નજર કરીએ તો જંબુસર 5 મી.મી.,આમોદ 3 મી.મી.,વાગરા 12 મી.મી.,ભરૂચ 16 મી.મીમ.,ઝઘડિયા 8 મી.મી.,અંકલેશ્વર,મી.મી.,હાંસોટ 1.5 ઇંચ,વાલિયા 1 ઇંચ અને નેત્રંગમાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો.
Read the Next Article

ભરૂચ : કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ અંગે સમિક્ષા બેઠક યોજાઈ

ભરૂચ કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિની સમિક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેકટરના અધ્યક્ષસ્થાનથી

New Update
WhatsApp Image 2025-08-25

ભરૂચ કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિની સમિક્ષા બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં કલેકટરના અધ્યક્ષસ્થાનથી વિવિધ એજન્ડાની ચર્ચા કરવામાં આવી હતી. 
ભરૂચ જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોની સંખ્યા અને તેનો વિસ્તાર, પ્રાકૃતિક કૃષિ પોર્ટલ આઈ - ખેડૂત પર એન્ટ્રી, જિલ્લામાં મોડલ ફાર્મની પરિસ્થિતિ અને તાલીમ, સોઈલ હેલ્થ કાર્ડની કેસ સ્ટડીથી આવેલા વિવિધ પરિવર્તનો, તેમજ પ્રાકૃતિક કૃષિના ઉત્પાદન અને વેચાણ વગેરે જેવા એજન્ડાઓ અંગે અધિકારી સાથે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા