ભરૂચ: મહંમદપુરા વિસ્તારમાં બકરી ઇદ નિમિત્તે બકરા બજાર ધમધમ્યુ, 1 લાખ સુધીના બકરાનું વેચાણ

સમગ્ર વિશ્વમાં મુસ્લિમ બિરાદરોમાં બકરા ઈદનું મહત્વ અનેરુ રહ્યું છે અને આ દિવસે પોતાની મનપસંદ વસ્તુ અલ્લાહની રાહમાં કુરબાન કરવાની પરંપરા રહી છે ત્યારે ભરૂચમાં બકરા બજારમાં ચહલ પહલ જોવા મળી રહી છે

New Update

સમગ્ર વિશ્વમાં મુસ્લિમ બિરાદરોમાં બકરા ઈદનું મહત્વ અનેરુ રહ્યું છે અને આ દિવસે પોતાની મનપસંદ વસ્તુ અલ્લાહની રાહમાં કુરબાન કરવાની પરંપરા રહી છે ત્યારે ભરૂચમાં બકરા બજારમાં ચહલ પહલ જોવા મળી રહી છે

બકરા ઈદનું  મુસ્લિમ બિરાદરોમાં ઘણું મહત્વ રહ્યું છે બકરા ઈદના દિવસે  પશુઓની કુરબાની અપાય છે ત્યારે ભરૂચમાં મુસ્લિમ બિરાદરો કુરબાનીના પશુઓને બે વર્ષ અઢી વર્ષ સુધી પોતાના ઘરમાં  પરિવારના સભ્યોની માફક પાલન પોષણ કરે છે અને અલ્લાહની રાહમાં પરિવારના સભ્યોની માફક ઉછેર કરેલા ઘેટા બકરા અને પાડાની બકરા ઈદના દિવસે કુરબાની આપી અલ્લાહની ઈબાદત કરતા હોય છે.

ભરૂચ શહેરમાં મહંમદપુરા ખાતે બકરા બજાર ભરાતું આવ્યુ છે જ્યાં રૂપિયા 10,000 થી 1,00,000 સુધીના બકરાની ખરીદી માટે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટતા હોય છે.

Latest Stories