ભરૂચ: કલેકટર કચેરી ખાતે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી, કલેકટર ગૌરાંગ મકવાણા રહ્યા ઉપસ્થિત

સુશાસન દિવસની ઉજવણી પ્રસંગે સૌપ્રથમ માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા નિર્મિત 'મારી યોજના"નું ઈ-લોકાર્પણ સાથે અનેક લોકોપયોગી યોજનાઓનું લોન્ચીંગ કર્યું

New Update
Good Governance Day
ભારત રત્ન પૂર્વ પ્રધાનમંત્રી અટલજીની ૧૦૦મી જન્મ જયંતિ નિમિત્તે આજરોજ અટલજીની દિવ્ય ચેતનાને વંદન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુશાસન દિવસની ઉજવણી પ્રસંગે સૌપ્રથમ માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા નિર્મિત 'મારી યોજના"નું ઈ-લોકાર્પણ સાથે અનેક લોકોપયોગી યોજનાઓનું લોન્ચીંગ કર્યું હતું. નાગરિકોને કેન્દ્રમાં રાખી વધુ સારી સેવાઓ અને માળખાકિય સુવિધાઓમાં ઉમેરો થાય તે મંત્ર સાથે કાર્યરત રાજય સરકાર દ્વારા વિવિધ પ્રકલ્પોની શરુઆત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં વિડિયોના માધ્યમથી રાજયભરના જિલ્લાઓ પણ જોડાયા હતા. 
Good Governance Day
ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે વર્ચ્યુઅલ કાર્યક્રમના સમાંતર યોજાયેલી બેઠકમાં કલેકટર ગૌરાંગ મકવાણાએ સંકલનના તમામ અધિકારીઓને સુશાસન દિવસને સાકાર કરવા માટે ટેકનોલોજીથી સુસજ્જ બનવા અનુરોધ કર્યો હતો.આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપશે, અધીક નિવાસી કલેકટર  એન. આર. ધાંધલ,જિલ્લા સંકલનના અધિકારીઓ/કર્મચારીઓ મોટી સંખ્યામાં વર્ચ્યુઅલ ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories