ભરુચ : મોઢેશ્વરી માતાના રજત જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી,શોભાયાત્રા બની આકર્ષણનું કેન્દ્ર

ભરૂચના લિંક રોડ પર આવેલા શ્રી ભૃગુપુર મોઢ મોદી સમાજના કુળદેવી શ્રી મોઢેશ્વરી માતાના 25માં પાટોત્સવની ભવ્ય ઉજવણી નિમિત્તે શોભાયાત્રા સહિતના વિવિધ

New Update

શ્રી મોઢેશ્વરી માતાના 25માં પાટોત્સવની ઉજવણી

શ્રી મોઢેશ્વરી સોશિયલ ગ્રુપ દ્વારા યોજાઈ શોભાયાત્રા

શોભાયાત્રાએ લોકોમાં જમાવ્યું આકર્ષણ

વિવિધ કલાકૃતિઓએ સૌના મન મોહી લીધા

મોઢ ઘાંચી સમાજના અગ્રણીઓ મોટી સંખ્યમાં રહ્યા ઉપસ્થિત

ભરૂચના લિંક રોડ પર આવેલા શ્રી ભૃગુપુર મોઢ મોદી સમાજના કુળદેવી શ્રી મોઢેશ્વરી માતાના 25માં પાટોત્સવની ભવ્ય ઉજવણી નિમિત્તે શોભાયાત્રા સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.મોઢેશ્વરી રજતજયંતી વર્ષની ઉજવણી નિમિતે શ્રી મોઢેશ્વરી સોશિયલ ગ્રુપ દ્વારા ભરુચના હિતેશ નગરથી ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી.જે  સિવિલ રોડ અને શક્તિનાથ થઈને શ્રી નારાયણ બાપુના આશ્રમ ખાતે પહોંચી હતી.

શોભાયાત્રામાં શ્રી મોઢેશ્વરી માતાજીની નૂતન મૂર્તિ,મહાકાલ ઝાંખી તેમજ  અનોખી કલાકૃતિઓએ ભારે આકર્ષણ જમાવ્યું હતું.શોભાયાત્રામાં મોઢ ઘાંચી સમાજના અગ્રણીઓ સહિત પરિવારજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

Latest Stories