-
શ્રીરામ મહોત્સવની ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી
-
ભક્તિભેર માહોલમાં શ્રી રામલલ્લાની આરતી યોજાય
-
રામનવમી નિમિત્તે સોનેરી મહેલથી શોભાયાત્રા નીકળી
-
VHP, બજરંગ દળ સહિત હિન્દુ સંગઠનો રહ્યા ઉપસ્થિત
-
શહેરના વિવિધ રાજમાર્ગો રામલલ્લાના નામથી ગુંજ્યા
ભરૂચ શહેરના સોનેરી મહેલ ખાતે રામનવમી નિમિત્તે ભગવાન શ્રી રામની આરતી ઉતારી શોભાયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવી હતી. જેમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સહિત હિન્દુ સંગઠનોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આજરોજ ચૈત્ર સુદ નોમ રામનવમીના પાવન પર્વ નિમિત્તે ભરૂચ શહેરના સોનેરી મહેલ વિસ્તારમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, રાજકીય તેમજ અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તિસભર માહોલમાં ભગવાન શ્રી રામની આરતી ઉતારી શોભાયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવી હતી. આ શોભાયાત્રા સોનેરી મહેલથી નીકળી વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ ખત્રીવાડ સ્થિત કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે સમાપન થઈ હતી.
શોભાયાત્રા દરમ્યાન “જય જય શ્રી રામ”ના જયઘોષ સાથે ભરૂચ શહેરનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ત્રિગુણાતીત ધ્યાન સેવા આશ્રમ-કડાણાના મહંત 1008 સ્વામી લોકેશાનંદજી, મુક્તેશ્વરાનંદ સ્વામિજી, શ્રી રામપરાયણ મંદિર, નડિયાદના રામદાસજી સ્વામી કોઠારી, ભરૂચ જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, મહામંત્રી નિરલ પટેલ, શ્રી રામ ઉત્સવ સમિતિના સભ્ય હેમંત જાદવ, હિતેશ પટેલ, ગૌરાંગ રાણા સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.