ભરૂચ: કલકત્તાની ઘટના બાદ સંસ્કાર ભારતી વિદ્યાલયમાં વિદ્યાર્થીનીઓ માટે માર્ગદર્શક સેમિનાર યોજાયો

કલકત્તાની ઘટના બાદ સંસ્કાર ભારતી વિદ્યાલયમાં છેડતી, પીછો અને હેરાનગતિ જેવા કિસ્સાઓમાં યુવતીઓએ ક્યારે અને કેવા પગલાં ભરવા જોઈએ તેની ભરૂચ પોલીસે વિદ્યાર્થીનીઓને માહિતી આપી

New Update

કલકત્તામાં બની હતી રેપ વિથ મર્ડરની ઘટના

વિદ્યાર્થીઓમાં  જાગૃતિ આવે એ માટે આયોજન

સંસ્કાર ભારતી વિદ્યાલયમાં પોલીસ દ્વારા સેમિનારનું આયોજન

વિદ્યાર્થીનીઓને આપવામાં આવ્યું માર્ગદર્શન

પોલીસ અધિકારીઓ અને શાળા પરિવાર રહ્યો ઉપસ્થિત

કોલકાતામાં બનેલી રેપ વિથ મર્ડરની ગજતના બાદ ભરૂચની સંસ્કાર ભારતી વિદ્યાલયમાં પોલીસ વિભાગ દ્વારા માર્ગદર્શક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલકાતામાં બનેલી રેપ વિથ મર્ડરની ઘટનાએ મહિલાઓના માનસપટલ પર ઘેરી છાપ છોડી છે. છેડતી, પીછો અને હેરાનગતિ જેવા કિસ્સાઓમાં યુવતીઓએ ક્યારે અને કેવા પગલાં ભરવા જોઈએ તેની ભરૂચ પોલીસે વિદ્યાર્થીનીઓને માહિતી આપી હતી.
ભરૂચની સંસ્કાર ભરતી વિદ્યાલયમાં ભરૂચ પોલીસ દ્વારા આયોજિત માર્ગદર્શન સેમિનારમાં બાળકીઓને કપરી પરિસ્થિતિમાં કેવા પગલાં ભરવાથી જોખમને ટાળી શકાય છે તેની માહિતી આપવામાં આવી હતી.ભરૂચ જિલ્લા પોલીસના પોલીસ ઇન્સ્પેકટર નીતિન ચૌધરી અને બી આર ચુડાસમા સાથે સાયબર ક્રાઇમના હેડ કોન્સ્ટેબલ મલકેશ ગોહિલની ટીમે એક માર્ગદર્શન શિબિરનું આયોજન કર્યું હતું.
આ શિબિરમાં પોલીસ અધિકારીઓએ બાળકીઓને વિવિધ કિસ્સાઓને ટાંકી અનુચિત  સંજોગોમાં ક્યાં પગલાં ભરવાથી હુમલા અને જાતીય સતામણીના બનાવો ટાળી શકાય છે તેની માહિતી પુરી પાડવામાં આવી હતી.સેમિનાર ત્રણ બાબતોને લઈ યોજવામાં આવ્યો હતો. ટ્રાફિક અંગે જાગૃતિના અભાવે થતા અકસ્માત,  બાળકીઓની સતામણી અને સાયબર ક્રિમિનલ દ્વારા થતા બ્લેકમેલીંગના કિસ્સાઓમાં શું પગલાં ભરવા જોઈએ તે જણાવવામાં આવ્યું હતું
#Kolkata rape case #Rape With Murder Case #Sanskar Bharti Vidhyalay #માર્ગદર્શક સેમિનાર #સંસ્કાર ભારતી વિદ્યાલય #Rape With Murder #કલકત્તામાં રેપ વિથ મર્ડર #Kolkata Doctor Rape-Murder
Here are a few more articles:
Read the Next Article