ભરૂચ : ગુજરાત બ્લેકટ્રેપ ક્વોરી લીઝના સંચાલકોની હડતાળને સમર્થન, પ્રશ્નોના નિરાકરણ માટે તંત્રને આવેદન અપાયું

ભરૂચ જિલ્લા ક્વોરી ઑનર્સ એસોસિયેશન દ્વારા કલેક્ટર કચેરી ખાતે આપેલા આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર, ક્વોરી ઉદ્યોગને લગતા પડતર પ્રશ્નોનો ઘણા સમયથી ઉકેલ આવ્યો નથી.

New Update

ગુજરાત બ્લેકટ્રેપ ક્વોરી લીઝના સંચાલકો પોતાના પડતર પ્રશ્નોને લઈને હડતાળ પર ઉતર્યા છેત્યારે તેના સમર્થનમાં ભરૂચ જિલ્લા બ્લેકટ્રેપ ક્વોરી લીઝ એસોસિએશન દ્વારા ઉદ્યોગ બંધ કરી કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપીને પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવાની માગ કરાય હતી.

ભરૂચ જિલ્લા ક્વોરી ઑનર્સ એસોસિયેશન દ્વારા કલેક્ટર કચેરી ખાતે આપેલા આવેદન પત્રમાં જણાવ્યા અનુસારક્વોરી ઉદ્યોગને લગતા પડતર પ્રશ્નોનો ઘણા સમયથી ઉકેલ આવ્યો નથી. હાલમાં પર્યાવરણીય મંજુરી અને ખાણકામ આયોજન કારણસર ગુજરાત રાજ્યની અંદાજિત 60%થી વધુ ખાણોના રોયલ્ટી એકાઉન્ટ બંધ કરી ઉદ્યોગને બંધ કરવામાં આવ્યા છે. જિલ્લા સ્તરની પર્યાવરણીય કમિટી DEIAA દ્વારા ઈસ્યુ કરવામાં આવેલા તમામ EC રાજ્ય સ્તરની પર્યાવરણ કમિટી દ્વારા પુનઃ મૂલ્યાંકનની કાર્યવાહી આગામી તા. 26 ઓકટોબર 2024 સુધીમાં પૂર્ણ નહીં થાય તો લગભગ રાજ્યભરની બાકી રહેલી તમામ ક્વોરી લીઝનું ATR બંધ થનાર છે.

જોકેક્વોરી ઉદ્યોગને સ્પર્શતા પાયારૂપ વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે ગુજરાત બ્લેકટ્રેપ ક્વોરી ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશન દ્વારા અગાઉ વારંવાર રજૂઆત કરવામાં આવી છે. પરંતુ આજદિન સુધી હકારાત્મક નિકાલ લાવવામાં આવ્યો નથી. ગત તા. 28મી સપ્ટેમ્બર 2024ના રોજની ગુજરાત બ્લેક સ્ટોન ક્વોરી ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનની જનરલ મીટીંગમાં ઠરાવ્યા મુજબ બંધ થયેલ ગુજરાતભરની તમામ ક્વોરી લીઝ ચાલુ ન થાય ત્યાં સુધી તેમના સમર્થન અને ગૌણ ખનીજમાં EC રદ કરવામાં ન આવે તેમજ તમામ પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી રાજ્યભરના તમામ ક્વોરી ઉદ્યોગ બંધ કરવાની ફરજ પડી છે.

Latest Stories